પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની બાયોપિક ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મીનીસ્ટર’નું શૂટિંગ શરુ, અનુપમ ખેરે શેર કરી તસવીરો

નવી દિલ્હી, દેશગુજરાત: દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની બાયોપિક ‘ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મીનીસ્ટર’ને લઈને છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. અભિનેતા અનુપમ ખેર આ ફિલ્માં ડૉ. મનમોહન સિંહનું પાત્ર નિભાવી રહ્યા છે. લંડનમાં આ ફિલ્મનું શૂટિંગ શરુ થઇ ગયું છે. અનુપમ ખેરે ટ્વીટર હેન્ડલ પર તસવીરો શેર કરી ફિલ્મ અંગે કેટલીક માહિતી આપી હતી.

વર્ષ 2004 થી 2008 સુધી તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહના મીડિયા સલાહકાર રહેલા સંજય બારુના પુસ્તક પર આધારિત આ ફિલ્મમાં અનુપમ ખેર ઉપરાંત સંજય બારુના પાત્રમાં અક્ષય ખન્ના, પ્રિયંકા ગાંધીના પાત્રમાં આહના કુમરા જોવા મળશે. આ ફિલ્મ 21 ડિસેમ્બર 2018ના દિવસે રીલીઝ કરવામાં આવશે.

ફિલ્મનું નિર્દેશન વિજય રત્નાકર ગટ્ટે કરી રહ્યા છે. ફિલ્મનું પ્રોડક્શન બોહરા બબ્રધર્સે કર્યું છે અને કો-પ્રોડ્યુસર અશોક પંડિત છે. આ ફિલ્મનું સ્ક્રીનપ્લે હંસલ મહેતાએ લખ્યું છે.

ઉલ્લેખનીય છે કે, જે પુસ્તક પર આ ફિલ્મ બની રહી છે તે પુસ્તકને લઈને ઘણો વિવાદ સર્જાયો હતો.

error: Content is protected !!