સુપ્રીમ કોર્ટના 4 વરિષ્ઠ જજોએ ભારતના ચીફ જસ્ટીસના વિરોધમાં સંબોધી પત્રકાર પરિષદ

નવી દિલ્હી, દેશગુજરાત: જસ્ટિસ રંજન ગોગોઇ, એમ.બી.લોકુર અને કુરિયન જોસેફે આજે (શુક્રવારે)  સુપ્રીમ કોર્ટના બીજા સૌથી મોટા જજ જે. ચેલમેશ્વરની સાથે દિલ્હીમાં ચેલમેશ્વરના  નિવાસસ્થાને એક પત્રકાર પરિષદને સંબોધી કહ્યું હતું કે, રાષ્ટ્રની ટોચની કોર્ટના વહીવટની સ્થિતિ યોગ્ય  નથી.

જસ્ટિસ જે. ચેલમેશ્વરે કહ્યું હતું કે, તેમને આ રીતે પત્રકાર પરિષદ યોજવાની  ફરજ પડી છે કારણ કે, અમે આજે સવારે ચીફ જસ્ટિસને મળ્યા હતા જેને કોર્ટના માર્ગો સુધારવા માટે સમજાવવા શક્ય નથી. જ્યારે પૂછવામાં આવ્યું કે, સીજેઆઈ (ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા) વિરુદ્ધ મહાભિયોગ લાવવું જોઈએ, તો ન્યાયમૂર્તિ ચેલમેશ્વરે કહ્યું હતું કે, તે દેશને નક્કી કરવાનું છે.

ન્યાયમૂર્તિ રંજન ગોગોઇએ કહ્યું હતું કે, થોડા મહિનાઓ પહેલાં તેમણે ભારતના ચીફ જસ્ટિસને પત્ર આપ્યો હતો. ચેલમેશ્વરે કહ્યું કે, ભારતમાં લોકશાહીને જાળવી રાખવા માટે મુક્ત ન્યાયતંત્ર અને સુપ્રીમ કોર્ટ જેટલી અગત્યની અન્ય કોઈ સંસ્થા નથી.

4 જજ દ્વારા રજૂ કરાયો 7 પેજનો પત્ર

 

error: Content is protected !!