બેંકની મફત સેવાઓ પર નહીં વસુલવામાં આવે જીએસટી

નવી દિલ્હી: બેંકની ફ્રી સર્વિસ જેવી કે, ચેક બુક લેવી, એટીએમમાંથી રૂપિયા ઉપાડવા જેવી સર્વિસને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) દાયરામાંથી બહાર રાખવામાં આવી છે.

નાણા મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે, નાણાકીય સેવા વિભાગને મહેસૂલ વિભાગ  ફ્રી બેન્કિંગ સેવાઓ પર જીએસતી લાગુ કરવામાં નહીં આવે તેમ કહી શકે છે. બેંકોને ફ્રી સેવાઓ પર ચાર્જીસનું પેમેન્ટ ન થવા અંગે નોટિસ મળી રહી હતી. તેવામાં નાણાકીય સેવા વિભાગે મહેસૂલ વિભાગનો સંપર્ક સાધીને આ અંગે સ્પષ્ટતા માંગી હતી.

નાણાકીય સેવા વિભાગનું માનવુ છે કે, ચેક બુક જારી કરવી, ખાતાનું સ્ટેટમેન્ટ તથા એટીએમમાંથી પૈસા ઉપાડવા જેવી સેવાઓ એક મર્યાદા સુધી ફ્રી છે અને તેના પર કોઇ જીએસટી લાગુ નહીં થાય.

ભારતીય બેંક સંઘે બેંકોના મેનેજમેન્ટ તરફથી ટેક્સ ઓથોરિટી સમક્ષ આ વાત રજૂ કરી છે.

error: Content is protected !!