14 ડીસેમ્બર સુધી મીડિયા નહીં કરી શકે ચૂંટણીના પરિણામની આગાહી

ગાંધીનગર: ડિસેમ્બરમાં યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં સંદર્ભમાં નવી દિલ્હી સ્થિત ભારતના ચૂંટણી પંચ દ્વારા જણાવાયું છે કે, લોકપ્રતિનિધિત્વ ધારા હેઠળ મુક્ત, ન્યાયી અને પારદર્શી ચૂંટણી યોજાય તે માટે ચૂંટણી દરમિયાન ચૂંટણી અંગેની કોઈપણ પ્રકારની આગાહી કરવા પર પ્રતિબંધ મુકાયો છે.

જે મુજબ તમામ પ્રેસ અને ઈલેક્ટ્રોનિક મીડિયા દ્વારા તા. 9 નવેમ્બર,2017  સવારના ૮ વાગ્યાથી લઈને તા. 14 ડીસેમ્બર,2017ના સાંજના 6 વાગ્યા સુધી ચૂંટણી અંગેના કોઈપણ પરિણામોની આગાહી કરી શકાશે નહીં. આવું પરિણામ જાહેર કરવા પર આ સમયગાળા દરમિયાન પ્રતિબંધ રહેશે.

error: Content is protected !!