ઘોઘા – હઝીરા રો-રો પેસેન્જર ફેરી સર્વિસ 9 ડિસેમ્બરથી શરુ થશે

સુરત: ઘઘા – હઝિરા (ભાવનગર – સુરત) રો-રો (રોલ-ઑન, રોલ-ઑફ) ફેરી સર્વિસ ચાલુ વર્ષે 9 ડિસેમ્બરે શરૂ થશે. ઔદ્યોગિક રીતે વિકસિત હઝીરા સુરતથી 20 કિમી દૂર છે. તે લગભગ સુરતનો ભાગ જ છે. રો-રો ફેરી સર્વિસ ઘોઘા અને હઝીરા વચ્ચેના મુસાફરી સમયને હાલના 10 કલાકથી ઘટાડીને 3 કલાકથી ઓછા સમયમાં પૂર્ણ થશે. આ સાથે જ સુરતથી ભાવનગર વચ્ચેના 360 કિલોમીટરનું અંતર ઘટીને 67 નોટિકલ માઇલ સુધીનું થઇ જશે.

મુખ્યમંત્રી વિજય રુપાણીએ ગયા સપ્તાહે ઑક્ટોબરમાં જાહેરાત કરી હતી કે ઘઘા – હઝીરા રો-રો ફેરી સેવા ડિસેમ્બર મહિનામાં શરૂ થશે. ભાવનગર, અમરેલી અને જુનાગઢ સહિતના સૌરાષ્ટ્ર વિસ્તારના લાખો લોકો સુરતમાં રહી કાપડ અને હીરા ઉદ્યોગમાં કામ કરે છે. જેને માટે આ સેવા આશીર્વાદરૂપ બની રહેશે. કારણ કે, સૌરાષ્ટ્રથી સુરત સુધીની ડાયરેક્ટ કનેક્ટિવિટી મળી રહેશે.

ઈન્ડિગો સીવેઝ પ્રાઇવેટ લિમિટેડ (આઈએસપીએલ) હાલમાં ઘોઘા – દહેજ રો-પેક્સ અને રો-રો ફેરી સેવાઓ ચલાવે છે, જેમાં ઘોઘા -હઝીરા સમુદ્ર માર્ગ પર 225 સીટ ક્ષમતા ધરાવતી ઈન્ડિગો 1 પેસેન્જર વાહનનો ઉપયોગ થશે. આ જહાજ સર્વિસ ચોમાસાના સમયગાળામાં બિન-કાર્યરત રહેશે. આઇએસપીએલ ઘોઘા – હઝીરા રો-રો ફેરી સર્વિસ માટે હઝીરામાં એસ્સાર જેટ્ટીનો ઉપયોગ કરશે.

error: Content is protected !!