અમદાવાદ એરપોર્ટ પર ગો એરના પ્લેન સાથે પક્ષી અથડાયું, મુસાફરો સુરક્ષિત, ફ્લાઈટ રદ્દ

અમદાવાદ, દેશગુજરાત: અમદાવાદ-દિલ્હી ગો એર ફ્લાઇટ નંબર જી8 720 આજે (બુધવારે) સવારે  અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થઇ ત્યારે તેની સાથે પક્ષી અથડાઈ ગયું હતું. ફ્લાઇટ સવારે 8:25 વાગ્યે રવાના થવાની હતી અને 9:55 વાગ્યે દિલ્હી પહોંચવાની હતી. પ્રસ્થાન પછી તરત જ એવું જાણવા મળ્યું હતું કે, ફ્લાઇટ સાથે પક્ષી અથડાયું હતું. જેના લીધે એરક્રાફ્ટના ડાબા એન્જિનમાં સમસ્યા ઉભી થઇ હતી. તેથી, ફ્લાઈટને અમદાવાદ એરપોર્ટ પર પરત લેન્ડ કરવામાં આવી હતી. તમામ 166 મુસાફરો સુરક્ષિત રહ્યા હતા. એરક્રાફ્ટને રિપેરિંગની જરૂર હોવાથી ફ્લાઇટને રદ કરવામાં આવી છે. ફ્લાઈટ રદ્દ કરાયા બાદ મુસાફરોને અન્ય ફ્લાઇટમાં ખસેડવામાં આવે તેવી શક્યતા છે.

error: Content is protected !!