ગોઘરા કાંડમાં 11 આરોપીને મળેલી ફાંસીની સજાને હાઇકોર્ટે આજીવન કેદમાં બદલી

અમદાવાદ: ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ ગુજરાતનાં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસનાં એસ-૬ કોચને સળગાવી દેવામાં આવ્યો હતો, જેમાં ૫૯ લોકોનાં મોત થયા હતા. આ હતભાગીઓમાંથી મોટાભાગના લોકો કારસેવક હતા કે જેઓ અયોઘ્યાથી પાછા ફરી રહ્યા હતા. આ મામલાની તપાસ કરવા માટે બનાવવામાં આવેલી એસઆઈટીની સ્પેશિયલ કોર્ટે ૧૧ માર્ચ ૨૦૧૧માં ૩૧ લોકોને સજા ફટકારી હતી, તેમાંથી ૧૧ લોકોને મોતની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે બાકીના ૨૦ લોકોને આજીવન કેદની સજા ફટકારવામાં હતી. આ મામલાને ૩૧ આરોપીઓએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો, જેનો ચુકાદો આપતાં હાઇકોર્ટે સોમવારે ૧૧ આરોપીઓની ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવી છે. જ્યારે ૬૩ નિર્દોષ લોકોને નીચલી કોર્ટે છોડી મૂકવાનો જે ચુકાદો આપ્યો હતો તે હાઇકોર્ટે બહાલી આપી છે. એ ઉપરાંત ગોધરાકાંડમાં જેમણે જીવ ગુમાવ્યા છે તેવા ૫૯ હતભાગીઓના પરિવારજનોને ૧૦-૧૦ લાખ ચુકવવાનો આદેશ આપ્યો છે. આ વળતર છ અઠવાડિયામાં ચુકવવાનો પણ હાઇકોર્ટે આદેશ આપ્યો છે.

એસઆઇટી કોર્ટનાં આ નિર્ણયની સામે કેટલાક લોકોએ અપીલ ફાઈલ કરી હતી, જેનો ચુકાદો આજે ગુજરાત હાઈકોર્ટમાં આવી શકે છે. ૨૦૦૨માં ગોધરાકાંડ બાદ થયેલા રમખાણોમાં ૧૦૦૦થી વધારે લોકોના મોતને ભેટ્યા હતા. ગયા ગુરૂવારે જ હાઈકોર્ટે ઝાકિયા જાફરી મામલામાં ફરીથી તપાસ કરવાનો આદેશ આપવાની અપીલને નામંજૂર કરી દીધી છે.

ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટપણે જણાવી દીધું છે કે ગુજરાતમાં થયેલા રમખાણો અંગે ફરીથી તપાસ નહીં કરવામાં આવે. ગુજરાતમં ગોધરાકાંડ થયા પછીનાં જે રમખાણો થયા હતા તેના માટે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ક્લીનચિટ યથાવત્ રહેશે. આ બધા પાછળ એક મોટું ષડયંત્ર હતું તેવી ઝાકિયા જાફરીની દલીલને હાઈકોર્ટે ફગાવી દીધી છે.

error: Content is protected !!