ભરૂચ: કાર ચાલકો માટે ફરી ખુલ્લો મુકાયો ગોલ્ડન બ્રિજ

ભરૂચ : ભરૂચમાં આવેલી નર્મદા નદી પર ગોલ્ડન બ્રિજનો ઉપયોગ કાર ચાલાકો કરી શકશે. અગાઉ ગોલ્ડન બ્રિજ પર કામકાજ ચાલી રહ્યું હોવાથી 15 માર્ચથી 13 એપ્રિલ સુધી કાર ચાલકો માટે ગોલ્ડન બ્રિજના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. હવે ચાર મહિના બાદ  ફરી એકવાર કર ચાલકો માટે ગોલ્ડન બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે વાહન-વ્યવહાર વધુ સરળ બનાવવા માટે નવો કેબલ સ્ટેડ બ્રિજ શરૂ થયા બાદ નેશનલ હાઈવે પર ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળી છે. જોકે, ભરૂચ શહેરમાં જવા માગતા અને અન્ય પ્રવાસીઓ હજુ પણ ગોલ્ડન બ્રિજનો ઉપયોગ કરતા હોય છે. છેલ્લા 4 મહિનાથી લાગેલો પ્રતિબંધ હટી જતા આ બ્રિજ ફરી એકવાર ધમધમતો થઇ ગયો છે.

error: Content is protected !!