રાજકોટમાં 1થી 5 સપ્ટેમ્બર સુધી યોજાશે ‘ગોરસ લોકમેળો’
August 30, 2018
રાજકોટઃ સાતમ આઠમનાં તહેવારને હવે માત્ર ગણતરીનાં દિવસો જ બાકી રહ્યાં છે. જેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દિવસે લોકો જન્માષ્ટમીની ઉજવણી કરવાની સાથે સાથે નજીકના વિસ્તારોમાં ભરાતા લોકમેળામાં જતા હોય છે. સૌરાષ્ટ્રમાં સૌથી મોટો લોકમેળો રોજકોટમાં ભરાય છે. હવે આ મેળાને ‘ગોરસ’ (દૂધ) લોકમેળો નામ આપવામાં આવ્યું છે. આગામી સાતમ-આઠમના તહેવાર નિમિત્તે 1 સપ્ટેમ્બરથી 5 દિવસ માટે રેસકોર્સમાં ગોરસ મેળાનું આયોજન કરવાનો નિર્ણય લોકમેળા સમિતિની બેઠકમાં લેવાયો છે. રાજકોટમાં ગોરસ લોકમેળાની તૈયારી પૂર્ણતાનાં આરે છે.
રાજકોટમાં પ્રતિવર્ષ રાંધણ છઠ્ઠથી યોજાતા પરંપરાગત અને પ્રસિદ્ધ લોકમેળામાં આ વખતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવું આકર્ષણ ઉમેરવામાં આવ્યું છે. ફોટોગ્રાફી સ્પર્ધામાં જે વિક્રેતાઓ ભાગ લઈને વિજેતા થશે તેને ઇનામ પણ આપવામાં આવશે.
વર્ષોથી રાજકોટમાં ભારત આ મેળામાં માણસોનું જાને કીડિયારું ઉમટી પડે છે. પરંતુ આ મેળાનું અત્યાર સુધી કોઈ નામ આપવામાં આવ્યું ન હતું. આ લોકમેળાનાં નામ માટે 700થી વધુ નામો સામે આવ્યાં હતાં. જેમાં રંગીલો, ગોકુળીયો, ગોકુલ, ગોરસ જેવાં 700 નામનો સમાવેશ થાય છે. જે પૈકી ગોરસ નામની પસંદગી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, ગોરસ લોકમેળાને “પ્લાસ્ટિક ફ્રી મેળો” પણ જાહેર કરવામાં આવ્યો છે. જેથી કોઈ પણ લોકો મેળામાં પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરી શકે અને વેપારીઓ પણ પ્લાસ્ટિકનું વેચાણ નહીં કરી શકે તે માટે મનપાની ટીમ કાર્યરત રહેશે. આ વર્ષે ગોરસ લોકમેળામાં ખાસ ફોટોગ્રાફી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ગોરસ લોકમેળાને આ વર્ષે અલગ રંગરૂપ આપવામાં આવશે. રાજકોટનાં ભાતીગળ લોકમેળા આ વખતે સ્માર્ટ સિટી અને કેશલેશ ઇકોનોમીની થીમ પર સજાવવામાં આવશે. જેથી લોકમેળો માણવા આવનારાએ કોઈ એપ જેવી કે ભીમ, ‘પેટીમ’ કે પછી ક્રેડિટ-ડેબિટ કાર્ડથી નાણાં ચૂકવવાનાં રહેશે. સ્માર્ટ સિટીની થીમ ઉભી કરવા પાછળ, આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં સ્ટોલ ધારકોને 30 થી 40 ટકાનો ભાવવધારો ચૂકવવો પડશે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉ આ મેળાને નટખટ મેળો, સાંસ્કૃતિક મેળો, વાયબ્રન્ટ મેળો જેવા નામ પણ અપાયાં છે.
Related Stories
Recent Stories
ગુજરાતમાંથી કર્ણાટક-આંધ્રપ્રદેશને સિંહની જોડી આપવા મુખ્યમંત્રીશ્રીની સૈદ્ધાંતિક મંજૂરી
નર્મદા તથા અન્ય કેનાલોમાંથી પાણીનો બિનઅધિકૃત ઉપયોગ કરવો નહીં
અન્ય વ્યક્તિના પુરાવા, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આપી નોંધણી કરાવનાર વ્યક્તિ તથા જી.એસ.ટી. પ્રેક્ટિશનર ગુના પાત્ર ઠરશે.
આ સમયગાળા દરમિયાન પૂર્વ ચેરમેન દ્વારા કરાયેલી કથિત રૂ.૬.૭૮ કરોડની નાણાકીય ગેરરીતિ સામે ચાલી રહેલી વસુલાત કાર્યવાહી
ઇજનેરી, ફાર્મસી, આર્કિટેક્ચર સહિત પ્રોફેશનલ કોર્ષમાં ૪૦,૦૦૦ થી વધુ બેઠકોનો વધારો થશે