હવે હપતેથી મળશે રાંધણગેસનો બાટલો

નવી દિલ્હી: મોદી સરકારે ગેસનો બાટલો ઉધાર આપવાની યોજના તૈયાર કરી છે. આ યોજના હેઠળ રાંધણ ગેસના બાટલાની ચુકવણી હપતામાં કરી શકાશે. રોજ કમાઈને રોજ ખાનાર ગરીબો આ યોજનાનો લાભ લઈ શકશે.

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે, સરકારની યોજના પ્રમાણે રાંધણ ગેસના બાટલાની સંપૂર્ણ ચુકવણી એકસાથે કરવાને બદલે હપતામાં કિંમત ચુકવી શકાશે. આ માટે પાયલોટ પ્રોજેક્ટનો ટૂંક સમયમાં આરંભ કરાશે.

ધર્મેન્દ્રએ વધુમાં કહ્યું હતું કે, વીનએલપીજીના વૈશ્વિક ચેપ્ટરે આ અંગેની સલાહ તેમને આપી હતી. ગેસના સ્માર્ટ મીટરમાં પણ ગ્રાહક પાસેથી વાપરેલા ગેસ જેટલો જ ભાવ વસુલ લેવાય છે.

ઇન્ડીયન ઓઈલ કંપનીના એક અધિકારીએ કહ્યું હતું કે, ગામડાઓમાં કેટલાક લોકો પાસે બચત હોતી નથી અને એક સાથે બધી રકમ ચુકવી શકતા નથી. આથી તેમને હપતામાં ચુકવણી સાથે ગેસનો બાટલો પૂરો પાડી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવાની જરૂર છે.

error: Content is protected !!