ગોવિંદાએ પુત્રી સાથે સોમનાથ મહાદેવની કરી પૂજા, અભિનેતાને જોવા માટે ચાહકોની ભીડ ઉમટી પડી

સોમનાથ: બોલીવૂડ અભિનેતા ગોવિંદા અને તેમની પુત્રી ટીના આહુજાએ આજે (મંગળવારે) સોમનાથ મહાદેવ મંદિરની મુલકાત લીધી હતી. તેમણે સોમનાથ મહાદેવના ચરણોમાં શિશ ઝુકાવી દૂધનો અભિષેક કરી મહાદેવજીની આસ્થાપૂર્વક પૂજા કરી હતી. પૂજારીના મંત્રોચ્ચાર વચ્ચે  પિતા-પુત્રીએ ભગવાન શિવને દૂધનો અભિષેક કરી આરતી ઉતારી શ્રદ્ધા સાથે ભગવાન શિવને નમન કર્યા હતા. ગોવિંદાએ પૂજા-અર્ચના કરી મંદિર પરિસરની પણ મુલાકાત લીધી હતી.

બીજી તરફ મહાદેવજી પૂજા અર્થે સોમનાથ પહોંચેલા ગોવિંદાને જોવા માટે તેમના ચાહકોના ટોળા ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરની બહાર પણ મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડી હતી.

સોમનાથ મહાદેવના આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવી

error: Content is protected !!