લીલા ચણાનું અથાણું

સામગ્રી :

લીલા ચણા : ૫૦૦ ગ્રામ
લાલ મરચું : ૧૦ ગ્રામ
ગાજર : ૨૫૦ ગ્રામ
મીઠું : સ્‍વાદ મુજબ
રાઇ : ૫૦ ગ્રામ
તેલ : ૧૦૦ મિલી

બનાવવાની રીત :

લીલા ચણાને ઉકાળી લો. ગરમ પાણીમાં ૨ મિનિટ રાખો. પછી પાણી નિતારી લો અને પાતળા કપડા ઉપર સૂકવી દો. ગાજરને ૨ ઇંચ લાંબા તથા પાતળા ટુકડા કરીને ગરમ પાણીમાં ૫ મિનિટ ઉકાળીને નિતારી લઇને રાખો. એક સ્‍ટીલની તપેલીમાં લીલા ચણાના દાણા, ગાજર ટુકડા, રાઇ પાઉડર, હળદર, લાલ મરચું, મીઠું, તેલ નાંખી લાકડાના ચમચાથી હલાવી લો. તેને બરણીમાં ભરીને તડકામાં ૩ દિવસ માટે રાખો. ચોથા દિવસે અથાણું તૈયાર થઇ જશે.

error: Content is protected !!