લીલા વટાણાનું અથાણું

સામગ્રી :

વટાણા દાણા : ૨ કિલો
ધાણાજીરુ : ૧૦ ગ્રામ
તેલ : ૧/૨ કિલો
મીઠું : ૧૦૦ ગ્રામ
રાઇ : ૨૦૦ ગ્રામ
મરચું : ૧૦ ગ્રામ
વરિયાળી : ૫૦ ગ્રામ
હળદર : ૫ ગ્રામ

બનાવવાની રીત :

એક વાસણમાં પાણી ઉકાળીને તેમાં વટાણા નાખો. ૧૦ ગ્રામ મીઠું નાંખો. ઉકાળીને ૨ મિનિટ પછી કાઢીને તેને છાયામાં કપડા પર સૂકવી દો. રાઇ, વરિયાળી, જીરું, ધાણા, મીઠું, મરચું, હળદર બધો મસાલો વાટીને એક મોટા વાસણમાં તેલ નાંખી સરખી રીતે સાંતળી દો. તેને ઠંડો પાડો અને વટાણામાં ભેળવી દો. બરણીમાં અથાણું ભરી લો. તે ડૂબે તેટલું તેલ નાંખો. ૪-૫ દિવસ તે તૈયાર થશે. તે ૧ વર્ષ સારું રહેશે.

error: Content is protected !!