એનડીએ સરકારના શાસનકાળ દરમિયાન ગ્રોથ રેટ વધ્યો, પરંતુ તે પૂરતો નથી: સુબ્રમણ્યન સ્વામી

અમદાવાદ:શનિવારે અમદાવાદમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ(સીએ) સાથેની મીટિંગમાં ‘ઇન્ડિયન ઇકોનોમિ- ચેલેન્જીસ એન્ડ ફોરવર્ડ’ વિષય પર વાત કરતા ભાજપના નેતા અને રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યન સ્વામીએ કહ્યું કે, નોટબંધી પછી સેન્ટ્રલ સ્ટેટિસ્ટીકલ ઓર્ગેનાઈઝેશન(સીએસઓ)ને ઉતાવળમાં ઈકોનોમિક સર્વે રિલીઝ કરવાનું દબાણ કરવામાં આવ્યુ હતુ. નરેન્દ્ર મોદીની સરકારના પહેલા 3 વર્ષમાં દેશનો એવરેજ ગ્રોથ રેટ 7.6% હતો, જે યુપીએ-2ના ગ્રોથ રેટ 7.1% કરતા ઘણો વધારે છે.

સ્વામીએ વધુમાં કહ્યું કે, તાજેતરમાં જ હું મંત્રી સદાનંદ ગૌડાની સાથે સીએસઓ ગયો હતો. નોટબંધી પરના આંકડા રજુ કરવાનું દબાણ હોવાને કારણે સદાનંદે સીએસઓની વ્યક્તિને બોલાવી હતી. તેમણે અમને જે ડેટા બતાવ્યો તે પ્રમાણે નોટબંધીથી વધારે કોઈ અસર નથી પડી. મેં સીએસઓના ડિરેક્ટરને પુછ્યું કે, નોટબંધી નવેમ્બરમાં થઈ હતી અને તમે ફેબ્રુઆરીની પહેલી તારીખે ઈકોનોમિક સર્વે જાહેર કર્યો. સર્વે 3 અઠવાડિયા પહેલા એટલે કે જાન્યુઆરીના પહેલા અઠવાડિયામાં પ્રિન્ટ માટે ગયો હતો.

સ્વામીએ ત્યાં હાજર લોકોને સલાહ આપી કે મૂડી હોય કે ફીટ્ચ હોય, ઈન્ટરનેશનલ રેટિંગ એજન્સીનો વિશ્વાસ ન કરવો. વધુમાં સ્વામીએ જણાવ્યું કે, એનડીએ સરકારના શાસનકાળ દરમિયાન ગ્રોથ રેટ ચોક્કસપણે વધ્યો છે, પરંતુ તે પૂરતો નથી. આપણો ગ્રોથ રેટ 10 ટકાથી ઓછો ન હોવો જોઈએ.

 

error: Content is protected !!