જીએસઆરટીસી દ્વારા તમામ બસબોડી બિલ્ડીંગ ઇનહાઉસ બનાવવાનો નિર્ણય

ગાંધીનગર: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (જીએસઆરટીસી ) દ્વારા દૈનિક 29 લાખ કિ.મી.નું સંચાલન કરી 19.62 લાખ દૈનિક મુસાફરો અને વિદ્યાર્થીઓને પરિવહન સેવા કુલ 7117 બસોના કાફલાથી પૂરી પાડવામાં આવે છે. જે અન્વયે નિગમની બસોના કાફલામાં દર વર્ષે 1200થી 1500 બસો તેમની આયુ મર્યાદા પૂર્ણ કરતા નવીન બસો સંચાલનમાં મુકવાની જરૂરીયાત ઉપસ્થિત થાય છે.

નિગમ દ્વારા અપાતી સેવાઓ માટે સરકાર દ્વારા નવીન બસો ખરીદવા વર્ષ 2006-07થી ફંડ પૂરું પાડવામાં આવે છે. નિગમ અન્ય એસ.ટી.યુ. અને સરકારી સંસ્થાઓની સાપેક્ષમાં મધ્યસ્થ યંત્રાલય,  નરોડા ખાતે એશિયા ખંડમાં સૌથી મોટું વર્કશોપ ધરાવે છે. જેની પ્રતિ વર્ષ 1200 બસબોડી બનાવવની ઇન્સ્ટોલ્ડ કેપેસીટી છે. સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સની જોગવાઈ અનુસાર નિગમનું વર્કશોપ બસબોડી બિલ્ડીંગ માટેનું એક્રિડીએશન સર્ટીફિકેટ પણ ધરાવે છે.

ચલ્લું વર્ષે નિગમને વર્ષ 2016-17/ 2017-18ની ગ્રાન્ટ પૈકી કુલ 2325 બસો પૈકી તૈયારી 500 મીડી બસ ખરીદવા તેમજ 1500 સુપર એક્સપ્રેસ અને 325 સેમીલક્ઝરી બસ માટે ચેસીસની ખરીદી કરી તેના પર બસબોડી બનાવવા સરકાર તરફથી મંજુરી મળી છે.

જે મંજુરી અન્વયે કામગીરીના આયોજન પૂર્વે નિગમના વર્કશોપમાં સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી ગ્રાન્ટનો કરકસર ઉપયોગ થાય તેમજ નિગમને અદ્યતન તેમજ વધુ સલામતી વાળી બસબોડી તૈયાર કરવા માટે કામદારો સાથે ‘ઓપન હાઉસ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું જેમાં વર્કશોપના કર્મચારીઓ દ્વારા  બસબોડી વર્કશોપના ઉપલબ્ધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મશીનરી તેમજ કર્મચારીઓની સ્કીલનો મહત્તમ ઉપયોગ કરી નિગમની જરૂરીયાત મુજબની તમામ બસો માટે ઇનહાઉસ બસબોડી બનાવવા તેમજ ઓર્ડીનરી બસબોડી બિલ્ડીંગની કામગીરી પુરતું સમિત ન રાખતા સ્લીપર કોચ તથા સેમીલક્ઝરી જેવી અદ્યતન બસો પણ નિગમના વર્કશોપમાં પણ બનાવવા નિગમના મેનેજમેન્ટને અપીલ કરવામાં આવી હતી. જે અન્વયે કર્મચારીઓ તેમજ કામદાર સંગઠનોની રજૂઆત તેઓની કામગીરી કરવા માટેની ઉત્સુકતા, કામગીરી માટેનું હુન્નર/ અનુભવ ધ્યાને લેતા નિગમ દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ તમામ બસબોડી ઇનહાઉસ તૈયાર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

આ નિર્ણય મુજબ વર્કશોપમાં ઇનહાઉસ બોડી બિલ્ડીંગ કરવાના ભાગ રૂપે મધ્યસ્થ યંત્રાલયમાં એસેમ્બલી લાઈનોની સંખ્યા બમણાથી વધુ કરવામાં આવી છે. શ્રમદાન અને ઓપન હાઉસ જેવા કાર્યક્રમો દ્વારા જાગૃતિ કેળવી તથા ભૂતપૂર્વ અધિકારી/ કર્મચારીઓના સૂચનો મેળવવામાં આવ્યા છે. અદ્યતન મશીનરી તથા ટુલ્સથી સુસજ્જ કરવામાં આવી રહેલ છે. ગુણવત્તાયુક્ત મટીરીયલની ખરીદી થાય તેમજ સલામતીને ધ્યાને રાખી ફાયર રીટાર્ન્ડન્ટ ગ્રાદના મટીરીયલ પણ ખરીદવામાં આવી રહ્યા છે.

મુસાફરોની સલામતીને ધ્યાનેલીને સૌ પ્રથમ વખાર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. આ સાથે જ ઇનહાઉસ બસબોડી બનાવવાના નિર્ણયથી વાર્ષિક રૂ. 20 કરોડ જેટલી બચત થશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત એસ.ટી.એ ભારતના 62 એસ.ટી.યુ.માં સૌથી વધુ બસબોડી બનાવતું તેમજ ઇનહાઉસ સ્લીપર કોચ બસબોડી બનાવતું પ્રથમ નિગમ બનવા પામશે. જે અન્વયે એપ્રિલ માસમાં સંચાલનમાં મુકવામાં આવનાર કુલ 31 સ્લીપર કોચ બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. આગામી એક વર્ષમાં 1825 ઇનહાઉસ તૈયારમાં તૈયાર કરાયેલી એસ.ટી. બસો મુસાફરોની સેવા માટે સંચાલનમાં મુકવામાં આવશે.

error: Content is protected !!