જીએસઆરટીસીએ વડોદરા-રાજકોટ એ.સી. વોલ્વો બસ સેવા શરુ કરી

રાજકોટ, દેશગુજરાત: ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (જીએસઆરટીસી) દ્વારા રાજકોટ-વડોદરા એ.સી. વોલ્વો બસ સેવા શરૂ કરવામાં આવી છે.

હાલમાં રાજકોટ એસ.ટી. ડિવિઝન રાજકોટ – અમદાવાદ માર્ગ પર દૈનિક 18 બસોમાં 10 વોલ્વો બસો દોડાવે છે. વડોદરા અને સુરતના માર્ગો પર આ પ્રકારની બસ સેવા ચાલુ કરવાની માંગને જોતા વડોદરા રૂટ પર વોલ્વો બસ દોડાવવામાં આવશે. વડોદરાને રાજકોટ સાથે જોડતી નવી સેવા પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી રહી છે. બસ સવારે 6:30 વાગ્યે રાજકોટથી ઉપડશે અને સવારે 11:30 વાગ્યે વડોદરા પહોંચશે. ત્યારબાદ વડોદરાથી સાંજે 5:45 વાગ્યે નીકળીને 10:45 વાગ્યે રાજકોટ પહોંચશે. એક તરફનું ટીકીટ ભાડું 300 રૂપિયા છે.

error: Content is protected !!