ગુજરાત ભાજપા પ્રદેશ કારોબારી બેઠક 22 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં યોજાશે

ગાંધીનગર: ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ પ્રભારી અને રાષ્ટ્રીય મહામંત્રી ભુપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય સહ
સંગઠન મહામંત્રી વી.સતીષ, માન. મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિ પટેલની ઉપસ્થિતિમાં આગામી ૨૨ સપ્ટેમ્બર, ૨૦૧૮ના રોજ સવારે ૧૦.૩૦ કલાક થી સાંજ સુધી ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘ કમલમ્’’માં ગુજરાત ભાજપા પ્રદેશ કારોબારી બેઠક યોજાશે.

આ પ્રદેશ કારોબારી બેઠક પૂર્વે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં તારીખ ૨૧ સપ્ટેમ્બર, ૨૦૧૮ ના રોજ બપોરે ૧.૩૦ કલાકથી સાંજ સુધી ભાજપા પ્રદેશ કાર્યાલય ‘‘ કમલમ્’’માં પ્રદેશ હોદ્દેદારઓની બેઠક યોજાશે, જેમાં પ્રદેશ કોર ગૃપ, પ્રદેશ હોદ્દેદારઓ, પ્રદેશ મોરચાના પ્રમુખઓ, જીલ્લા/મહાનગરના પ્રભારીઓ તથા જીલ્લા/મહાનગરના પ્રમુખઓ ઉપસ્થિત રહેશે.

તારીખ ૨૨ સપ્ટેમ્બરે યોજાનાર પ્રદેશ કારોબારી બેઠકમાં પ્રદેશ કોર ગૃપ, પ્રદેશ હોદ્દેદારઓ, પ્રદેશ મોરચાના પ્રમુખઓ, વિવિધ સેલના પ્રદેશ સંયોજકઓ, પ્રદેશ સેલના કન્વીનરઓ, પ્રદેશ કારોબારી સભ્યઓ જેમાં આમંત્રિત અને વિશેષ આમંત્રિત સભ્યઓ, જીલ્લા/મહાનગરના પ્રભારીઓ, જીલ્લા/મહાનગરના પ્રમુખ/મહામંત્રીઓ, જીલ્લા પંચાયતના પ્રમુખઓ જેમાં વિપક્ષના નેતા તથા
મહાનગરપાલિકાના મેયરઓ ઉપસ્થિત રહેશે. આ અંગે ભાજપા પ્રદેશ મીડિયા સેલની અખબારી યાદી જણાવાયું છે

error: Content is protected !!