ગુજરાત ભાજપે ગેરશિસ્ત બાદલ વધુ 13 સભ્યોને સસ્પેન્ડ કર્યા

ગાંધીનગર: ભાજપાના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની સૂચનાથી ગેરશિસ્ત બદલ વધુ 13 સભ્યોને ભારતીય જનતા પાર્ટીમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તારીખ ૦૭ જૂનના રોજ યોજાયેલ ખેડા જિલ્લાની કપડવંજ નગરપાલિકામાં પ્રમુખ/ઉપપ્રમુખની ચૂંટણીમાં નીચે મુજબના નવ (૯) ચૂંટાયેલા સભ્યોને પક્ષના મેન્ડેટનો અનાદર કરવા બદલ તાત્કાલિક
અસરથી ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

૧. વિમળાબેન બાબુ સોલંકી (ગેરહાજર રહ્યા હતા)
૨. પ્રજ્ઞેશ જયંતિલાલ સોની
૩. રાકેશ રસીકલાલ કા. પટેલ
૪. મંજુલાબેન હેમંત રાજગોર
૫. વિનસ કાંતિલાલ જયસ્વાલ
૬. પૂર્ણિમાબેન અલ્કેશ જોષી
૭. અનિતાબેન શૈલેષ યાદવ
૮. અશ્વિન નારણ સોનેરી
૯. રંજનબેન ભરત શાહ

ઉપરાંત, તારીખ ૧૧ જૂનના રોજ યોજાયેલ ગાંધીનગર જિલ્લાની કલોલ નગરપાલિકાની પ્રમુખ/ઉપપ્રમુખની ચૂંટણીમાં પક્ષના મેન્ડેટનો અનાદર કરવા બદલ નીચે મુજબના ચાર (૪) ચૂંટાયેલા સભ્યોને તાત્કાલિક અસરથી ભારતીય જનતા પાર્ટીમાંથી સસ્પેન્ડ કરેલ છે.

૧. રમીલાબેન યોગેશ પરમાર
૨. જશોદાબેન વિજયકુમાર યોગી
૩. મંજુલાબેન નરેશકુમાર રાઠોડ
૪. તિમિર તરંગ જયસ્વાલ

error: Content is protected !!