ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ કંપની દ્વારા રૂ. 10.48 કરોડનો ડિવિડન્ડ ચેક મુખ્યમંત્રીને અર્પણ

ગાંધીનગર:  ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ કંપની દ્વારા રૂ. ૧૦.૪૮ કરોડનો ડિવિડન્ડ ચેક GIDCના એમ.ડી. સુ ડી. થારાએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને અર્પણ કર્યો હતો.

અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે, રાજ્ય સરકારના સાહસોનો આ કંપનીમાં ૫૯ ટકા શેર ફાળો રહેલો છે. ગત નાણાકીય વર્ષમાં આ ટર્મિનલ કંપનીએ સૌથી વધુ નફો રળીને રૂ. ૧૧ કરોડ ડિવિડન્ડ તરીકે ચુકવેલા છે. રાજ્યની આ એકમાત્ર કેમિકલ પોર્ટ ટર્મિનલ કંપની છે જે દર વર્ષે ૪.૫ લાખ મેટ્રિક ટન કેમિકલનું હેન્ડલિંગ કરે છે. દહેજમાં પોતાની એક જેટી ધરાવતી આ ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ કંપની વાયોલેટ હાઇડ્રોકાર્બન્સના સ્ટોરેજ માટે ૩૬ ટેન્ક પણ ત્યાં ધરાવે છે. દહેજના PCPIRના વિકાસમાં આ ટર્મિનલ કંપનીનું નોંધપાત્ર પ્રદાન છે.

એટલું જ નહીં, દહેજમાં પોતાની ક્ષમતાઓની વૃદ્ધિ અને કાર્ય વિસ્તરણ માટે ગુજરાત કેમિકલ પોર્ટ ટર્મિનલ કંપની એક બીજી જેટીનું પણ આયોજન કરી રહી છે.

error: Content is protected !!