મુખ્યમંત્રી રૂપાણીએ વડતાલ બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું, સ્વામિનારાયણ તીર્થધામ વડતાલને જાહેર કર્યું યાત્રાધામ

વડતાલ : મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે (શુક્રવારે) વડતાલ સ્વામિનારાયણ મંદિરની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમની રજતતુલા કરવામાં આવી હતી. જે બાદ અંદાજે 40 લાખ રૂપિયાની કિંમતની 100 કિલો ચાંદી હોસ્પિટલના લાભાર્થે અર્પણ કરવામાં આવી હતી. આ સાથે જ અહીં સંબોધન દરમિયાન મુખ્યમંત્રી રૂપાણીએ વડતાલને યાત્રાધામ જાહેર કર્યું છે. જેના કારણે હવે  પ્રસિધ્ધ સ્વામિનારાયણ તીર્થ ધામ વડતાલને પવિત્ર યાત્રાધામોની યાદીમાં સમાવેશ કરવામાં આવશે. મુખ્યમંત્રી રૂપાણીએ વડતાલના નવા એસટી બસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું.

નોંધનીય છે કે, ગુજરાતના પવિત્ર યાત્રાધામો અંબાજી, સોમનાથ, દ્વારિકા, પાલીતાણા અને ડાકોરની જેમ હવે વડતાલનો પણ પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા  વિકાસ કરવામાં આવશે.

Image may contain: one or more people and outdoor

મુખ્યમંત્રી રૂપાણીએ નડિયાદના સંતરામ મંદિરની પણ મુલાકાત લીધી હતી.

No automatic alt text available.

Image may contain: night

error: Content is protected !!