વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં વિશ્વના 12 દેશો પાર્ટનર કન્ટ્રી બન્યા તેમજ 100થી વધુ રાષ્ટ્રોના 30 હજાર જેટલા ડેલીગેટ્સ પણ સમિટમાં ભાગ લેશે : મુખ્યમંત્રી રૂપાણી

ગાંધીનગર : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લઇ તેમને  વાયબ્રન્ટ ગુજરાત સમિટ-2019નું ઉદઘાટન કરવા આવવાનું આમંત્રણ પાઠવ્યું હતું.

નવી દિલ્હીમાં વડાપ્રધાન નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રી અને ગુજરાત સરકારના વરિષ્ઠ સચિવોએ  આ વાયબ્રન્ટ સમિટના આયોજનની સંપુર્ણ વિગતોથી વડાપ્રધાન ને માહિતગાર કર્યા હતા. કેન્દ્ર સરકારના વિભાગોનો પણ આ સમિટની સફળતા માટે સહયોગ મળી રહ્યો છે એમ તેમણે કહ્યું હતું. વિજય રૂપાણીએ જણાવ્યું કે આ વખતે સમિટમાં વિશ્વના 12 દેશો પાર્ટનર કન્ટ્રી બન્યા છે તેમજ 100થી વધુ રાષ્ટ્રોના 30 હજાર જેટલા ડેલીગેટ્સ પણ સમિટમાં આવશે.

તેમણે કહ્યું કે વાયબ્રન્ટ સમિટ-2019માં આફ્રિકા ડેની ઉજવણી કરીને આફ્રિકા સાથે એક્સપોર્ટ અને ઇન્વેસ્ટિમેન્ટ સહિતના સંબંધો વિકસાવવાની દિશામાં આગળ વધવું છે. એમ. એસ. એમ. ઈ. સેક્ટરને પણ સમિટમાં સમાવિષ્ટ કરવાના આયોજનની પણ વિગતો મુખ્યમંત્રીએ આપી હતી.

વાયબ્રન્ટ સમિટની આ 9મી કડીમાં આ વર્ષે 15 થી 27 જાન્યુઆરી દરમ્યાન અમદાવાદમાં પ્રથમવાર શોપિંગ ફેસ્ટિવલ યોજવામાં આવશે તેમ જણાવતા વિજય રૂપાણીએ ઉમેર્યું કે  આ શોપિંગ ફેસ્ટિવલમાં નાના મોટા ટ્રેડર્સને વેપારની તક મળશે.

Related Stories

error: Content is protected !!