ગુજરાત કોંગ્રેસે આઠ ધારાસભ્યોને બરતરફ કર્યા

અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસે આજે એક નિવેદનમાં કહ્યું છે કે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નિશાન પર ચૂંટાયેલા ધારાસભ્ય હોવાથી તા.૦૮/૦૮/૨૦૧૭ ના રોજ રાજ્યસભાની ચૂંટણી સમયે કોંગ્રેસ પક્ષના ઉમેદવારશ્રી અહમદભાઈ પટેલની તરફેણમાં મત આપવાના આદેશ (વ્હીપ) આપેલો હોવા છતાં ધારાસભ્યો દ્વારા આદેશ (વ્હીપ) વિરુદ્ધ ભાજપના ઉમેદવારને મત આપેલો હોઈ તાત્કાલિક અસરથી કોંગ્રેસ પક્ષમાંથી આ આંઠ ધારાસભ્યોને છ વર્ષ માટે બરતરફ કરવામાં આવે છે.

૧. શ્રી મહેન્દ્રસિંહ શંકરસિંહ વાઘેલા ૩૨-બાયડ
૨. શ્રી અમિતભાઈ હરિભાઈ ચૌધરી ૩૭-માણસા
૩. શ્રી કરમશીભાઈ વિરજીભાઈ પટેલ ૪૦-સાણંદ
૪. શ્રી ભોળાભાઈ ભીખાભાઈ ગોહિલ ૭૨-જસદણ
૫. શ્રી રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલ ૭૭-જામનગર ગ્રામ્ય
૬. શ્રી ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા) ૭૮-જામનગર ઉત્તર
૭. શ્રી શંકરસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા ૧૨૦-કપડવંજ
૮. શ્રી ચંદ્રસિંહ કનકસિંહ રાઉલ (સી.કે. રાઉલજી) ૧૨૬-ગોધરા

error: Content is protected !!