મોદી અને શાહની ઉપસ્થિતિમાં તારીખ 16 ઓક્ટોબરે ગાંધીનગરમાં ગુજરાત ગૌરવ મહાસંમેલન યોજાશે

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં તારીખ ૧૬ ઓક્ટોબરે યોજાનાર ‘‘ગુજરાત ગૌરવ મહાસંમેલન’’ની તૈયારીના ભાગરૂપે પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાની ઉપસ્થિતિમાં ૮ ઓક્ટોબરે ભાજપના પ્રદેશ કાર્યાલય ‘‘ કમલમ્’’ ખાતે બપોરે ૩.૦૦ કલાકે ‘‘પ્રદેશ બેઠક’’નું આયોજન કરવામાં આવ્યું છે, તેમ ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ કહ્યું હતું.

પંડ્યાએ વધુમાં જણાવ્યું હતુ કે, ગુજરાત ભાજપા સંગઠન દ્વારા સમગ્ર રાજ્યમાં ગુજરાતીઓના ગૌરવ અને અસ્મિતા માટે ગુજરાત ગૌરવ યાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તારીખ ૧ ઓક્ટોબરે કરમસદ ખાતેથી અને તારીખ બીજી ઓક્ટોબરે પોરબંદર ખાતેથી ગુજરાત ગૌરવ યાત્રાનો શાહની ઉપસ્થિતિમાં શુભારંભ થયો હતો. યાત્રાના સમાપન પ્રસંગે તારીખ ૧૬ મી ઓક્ટોબરે વડાપ્રધાન મોદી,  શાહ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ તેમજ રાષ્ટ્રીય અને પ્રદેશ અગ્રણીઓ ઉપસ્થિત રહીને આશરે ૭ લાખથી વધુ ભાજપાના દેવતુલ્ય કાર્યકરોને સંબોધન કરશે.

Related Stories

error: Content is protected !!