ગુજરાત સરકારે રાહુલ ગાંધી પર થયેલા હુમલાની નિંદા કરી, બુલેટ પ્રૂફ કારનો ઉપયોગ ન કરવા અંગે ઉઠાવ્યો પ્રશ્ન

ગાંધીનગર, દેશગુજરાત: બનાસકાંઠાના પૂર અસરગ્રસ્ત ધાનેરાની મુલાકાતે આવેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર થયેલા હુમલાની ગુજરાત સરકારે નિંદા કરી છે. પરંતુ સાથે જ પ્રશ્ન ઉઠાવ્યો છે કે ગુજરાત સરકાર દ્વારા કોંગ્રેસના નેતા માટે બુલેટ પ્રૂફ કાર આપવામાં આવી હતી તે છોડીને તેઓએ શા માટે ખાનગી વાહનનો ઉપયોગ કર્યો.

નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કહ્યું હતું કે, સ્થાનિક કોંગ્રેસના ધારાસભ્યની ગેરહાજરીથી પૂર અને ભોગ બનેલા લોકોમાં ગુસ્સો હોવા છતાં, આ હુમલો નિંદાત્મક છે.

નીતિન પટેલે વધુમાં કહ્યું કે, વિસ્તારની મુલાકાત લેતા નેતા પર હુમલો બિલકુલ મંજૂર નથી પરંતુ પ્રશ્ન એ છે કે, રાહુલ ગાંધીએ શા માટે રાજ્ય સરકાર દ્વારા તેમના માટે પ્રદાન કરેલી બુલેટ પ્રૂફ કારનો ઉપયોગ ન કરી ખાનગી કારમાં ફરવું જોઈએ૟

રાહુલ ગાંધી પોતાના હેલિકોપ્ટરમાં જવા માટે સ્થાનિક એરપોર્ટ તરફ જઈ રહ્યા હતા ત્યારે ધાનેરાના લાલ ચોક વિસ્તારમાં રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો થયો હતો. કારમાં પાછળની સીટ પર બેઠેલા જવાનને સામાન્ય ઈજા પહોંચી હતી.

error: Content is protected !!