વીવીપીએટી – ઈવીએમમાં ખરાબી મુદ્દે ગુજરાત કોંગ્રેસની અરજી સંદર્ભે હાઈકોર્ટે ચૂંટણીપંચને ફટકારી નોટિસ

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે મંગળવારે ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી (ઇસીઆઈ), મુખ્ય ન્યાયાલયના અધિકારી અને કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. ખામીયુક્ત ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ) અને મતદાર ચકાસણી પેપર ઓડિટ ટ્રાયલ (વીવીપીએટી) મશીનો અંગેની કોંગ્રેસના રાજ્ય એકમની અરજીને લઈને કોર્ટે ચૂંટણી આયોગ ઉપરાંત ગુજરાત સરકારને પણ નોટિસ મોકલીને જવાબ માંગ્યો છે.

કોંગ્રેસના રાજ્ય એકમની અરજીમાં અનુરાધ કરવામાં આવ્યો હતો કે, દોષપૂર્ણ મેળવવામાં આવેલા વીવીપીએટી અને ઈવીએમને સીલ કરવામાં આવે. આવા મશિનોનો આગામી આવનારી વિધાનસભા ચૂંટણીમાં ઉપયોગ કરવામાં આવે નહીં.

ન્યાયાધીશ અકીલ કુરૈશી અને ન્યાયાધીશ એ.જે કાગજીની ખંડપીઠે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીની અરજી ઉપર ચૂંટણીપંચ, રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ઉપરાંત ન્યાયમંત્રાલય દ્વારા કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. આ દરેકને 13 નવેમ્બર સુધીમાં નોટિસનો જવાબ આપવાનો રહેશે.

error: Content is protected !!