ગુજરાત હાઈકોર્ટ જજ અભિલાષા કુમારીની મણિપુરના ચીફ જસ્ટીસ તરીકે નિમણૂક

નવી દિલ્હી, દેશગુજરાત: ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કેરળ, કર્ણાટક, ત્રિપુરા, મણિપુર અને મેઘાલય હાઇકોર્ટમાં નવા ચીફ જસ્ટિસની નિમણૂક કરી છે.

મેઘાલય હાઇકોર્ટના ચીફ જસ્ટિસ દિનેશ મહેશ્વરીને કર્ણાટક હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

કેરળ હાઇકોર્ટના ચીફ  જસ્ટિસ એન્ટોની ડોમિનિકને કેરળ હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

રાજસ્થાન હાઇકોર્ટના જજ અજય રસ્તોગીની ત્રિપુરા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

અલ્હાબાદ હાઇકોર્ટના જજ તરુણ અગરવાલાની મેઘાલય હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

ગુજરાત હાઈકોર્ટના જજ અભિલાષા કુમારીની મણિપુર હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

અભિલાષા કુમારી વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંહની પુત્રી છે.

error: Content is protected !!