ગુજરાત હાઈકોર્ટે ફી નિયમન કાયદાને રદ કરવાની માંગને ફગાવી, 2018થી અમલીકરણ કરવાનો આપ્યો આદેશ

ગાંધીનગર: ગુજરાત હાઈકોર્ટે ફી નિયમન મામલે આજે (બુધવારે)ખૂબ મહત્વનો ચુકાદો આપતા ફી નિયમન કાયદાને રદ કરવાની માંગને ફગાવી હતી. શાળાઓ નફાખોરી ન કરી શકે તેમ કહીને રાજ્ય સરકારને રાહત આપી હતી. આ સાથે જ કોર્ટે  શાળા સંચાલકોને લતાડ લગાવી હતી.

હાઈકોર્ટે વાલીઓ અને સરકારને મોટી રાહત આપતો ચુકાદો આપ્યો હતો. ફી અધિનિયમન સમિતિ બંધારણીય હોવાનું પણ હાઈકોર્ટે સ્વીકાર્યુ હતું.  હાઈકોર્ટે સરકારનું નોટિફિકેશન યોગ્ય હોવાની કહી આ અંગે કોઈ બંધારણીય કાયદાનું હનન ન થયુ હોવાનું કહ્યું હતું.

હાઈકોર્ટ શાળાઓ નફાખોરી કરી શકે નહીં તેમ કહી શાળા સંચાલકોને આંચકો અપતો ચુકાદો આપ્યો હતો અને કોર્ટે ફી નિયમન કાયદો યોગ્ય ઠેરવ્યો હતો. સ્ટે આપવાની સંચાલકોની માગ ફગાવીને હાઈકોર્ટે 2018થી ફી નિમયમન સમિતિના સુધારા લાગુ કરવાના પણ આદેશ આપ્યા હતા. 

Related Stories

error: Content is protected !!