કેન્દ્ર સરકારના ‘સ્કીલ ઇન્ડિયા’ મિશન હેઠળ યોજાનારી ‘ગુજરાત કૌશલ્ય યાત્રા’ નો પ્રારંભ

ગાંધીનગર:  કેન્દ્ર સરકાર દ્વારા રોજગારીની તકો વધે અને યુવાનોને રોજગારલક્ષી માર્ગદર્શન પુરૂ પાડવા માટે સ્કીલ મહોત્સવનું આયોજન કર્યું છે. જે હેઠળ આજે (બુધવારે) ગાંધીનગરમાં રાજ્યના યુવા બેરોજગારોને રૂચિ મુજબની રોજગારી મળી રહે તે માટે માર્ગદર્શન પુરૂ પાડતી ‘ગુજરાત કૌશલ્ય યાત્રા’ ને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

આ દરમિયાન  શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરે કહ્યું કે, યોજાઇ રહેલ સ્કીલ યાત્રા યુવાઓને રોજગારીનું માર્ગદર્શન પુરૂ પાડવા આશીર્વાદરૂપ બનશે. ઠાકોરે ઉમેર્યું કે, રાષ્ટ્રના યુવા બેરોજગારોને રોજગારીની તકો પૂરી પાડતી ‘રાષ્ટ્રીય સ્કીલ યાત્રા’નું પ મે-૨૦૧૮ના રોજ કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પ્રસ્થાન કરાવ્યું હતું. રાજ્ક્ષ્યમાં આ યાત્રા આગામી ૧૫ જુલાઇથી શરૂ થશે અને વિવિધ જિલ્લાઓમાં ૧૧ દિવસ સુધી પરિભ્રમણ કરીને રોજગારી અંગે જાગૃતિ લાવવા પ્રયાસ કરશે.

આ યાત્રામાં ૩ વાન રહેશે. જેમાં ‘કુશળતા થકી જીવન નિર્વાહ’ ની જાગૃતિ લાવવાના પ્રયાસો કરાશે. ઉપરાંત વિવિધ લાભાર્થી દ્વારા પ્રવર્તમાન કુશળતાના ઇકો સીસ્ટમ પરની પ્રતિક્રિયા અંગે પરામર્શ, ઉમેદવારોને ટીપી/ટીસી અને ઉદ્યોગ સાહસિક, કૌશલ્યવર્ધન માટે નોંધણી અને કૌશલ્ય ધરાવતા યુવાનોને સર્ટીફિકેટ માટે એકત્ર કરવા સહિત કુશળતા માટે નોંધણી સ્પર્ધા પણ યોજાશે. સાથે સાથે વિવિધ જનજાગૃતિ કાર્યક્રમો અને વિવિધ સ્થળોની વિવિધ શેરીઓમાં ‘કુશળતા ભારત’ અને આર.પી.એલ. ડેટા કલેકશન, સેમ્પલીંથ તેમજ જાગરૂકતા અંગેન સર્વેક્ષણની સાથે યુવાઓની કુશળતાને મૂલ્યાંકન માટે પણ ફોર્મ ભરાશે.

error: Content is protected !!