ગુજરાતના દિવ્યાંગોને ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાઇસન્સ આપવાનો રાજ્ય સરકારનો નિર્ણય

ગાંધીનગર: રાજ્યના દિવ્યાંગોને ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાઇસન્સ આપવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. હવે દિવ્યાંગો વિદેશની ધરતી પર પણ વાહન ચલાવવાનો અધિકાર મેળવી શકશે.

આ નિર્ણય મુજબ, જે દિવ્યાંગો વાહન ચલાવી શકે તે સ્થિતિમાં હોય ત્યારે તેમને ઈન્ટરનેશનલ ડ્રાઈવિંગ લાઈસન્સ આપવામાં આવશે. આ માટે આરટીઓ કચેરીમાં તેમની દિવ્યાંગતાને ચકાસવામાં આવશે.લાયસન્સ માટે દિવ્યાંગોને તેમના વાહનમાં જરૂરી ફેરફાર કરાવે તે બાદ તેઓ આસાનીથી વાહન ચલાવી શકે તેમ હોય તો તેમને આંતરરાષ્ટ્રીય ડ્રાઈવિંગ લાઈસન્સ આપવામાં આવશે. ટૂંક સમયમાં જ સરકારના નિર્ણયનો અમલ શરુ કરવામાં આવશે.

error: Content is protected !!