ગુજરાત 100% પાઇપ ગેસ નેટવર્ક સાથે દેશનું પ્રથમ રાજ્ય બનશે

અમદાવાદ, દેશગુજરાત: ગુજરાત સીટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન (સીજીડી) નેટવર્ક હેઠળ પહેલેથી જ તેના વિસ્તારનો 84.31% હિસ્સો ધરાવે છે. આ સાથે જ 87.37% વસ્તીને આવરી લેતી ગયા મહિનાના પ્રારંભમાં શરુ થયેલી નવમી રાઉન્ડ બિડિંગ પૂર્ણ થયા બાદ ગુજરાત સંપૂર્ણપણે પાઇપ ગેસ ડિસ્ટ્રીબ્યુશન ધરાવતુ પ્રથમ ભારતીય રાજ્ય બનશે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડના અધ્યક્ષ ડી કે. સરાફે  અમદાવાદમાં આ અંગેની માહિતી આપી હતી.

તેમણે કહ્યું કે, આ સાથે જ  દેશમાં 11 ટકાથી લઈને 24 ટકા સુધી, ભૌગોલિક વિસ્તારોની દ્રષ્ટિએ દેશનો એકંદર પ્રવાહ વધશે, જે હાલના 19 ટકાથી 29 ટકા વસ્તી આવરી લેશે.

તાજેતરની બિડિંગ રાઉન્ડમાં 14 વધારાના જિલ્લાઓ આવરી લેવામાં આવશે. સીજીડી નેટવર્ક હેઠળ 6 જિલ્લામાં કામ પૂર્ણ થઇ ગયું છે અને 8 જિલ્લામાં બાકી છે. આ ગેસ નેટવર્ક ગીર સોમનાથ, મોરબી, મહિસાગર, નર્મદા, ખેડા, જુનાગઢ અને તાપી સહિતના જિલ્લાને પણ આવરી લેશે.

error: Content is protected !!