વિદ્યાર્થીઓને જીએસટી વિષય ભણાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે, જૂન 2019થી જીએસટીને પુસ્તકોમાં સ્થાન આપવામાં આવશે

ગાંધીનગર: આગામી શૈક્ષણિક વર્ષથી વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ને વિષય તરીકે સમાવવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જૂન 2019થી જીએસટીને પુસ્તકોમાં સ્થાન આપવામાં આવશે. ધોરણ -11 અને 12 કોમર્સના વિદ્યાર્થીઓને જીએસટી વિષય ભણાવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે.

માહિતી મુજબ, જીએસટીના વિષયને જટિલ અભ્યાસક્રમનો થિયરી તરીકે અર્થશાસ્ત્રમાં સમાવેશ કરવામાં આવશે. આ સાથે જ જીએસટીને પ્રેક્ટિકલ તરીકે એકાઉન્ટ વિષયમાં પણ ભણાવવામાં આવશે. આગામી શૈક્ષણિક વર્ષથી ધોરણ -11 અને 12 કોમર્સમાં જીએસટીને વિષય તરીકે સમાવવા અંગે નાણાં વિભાગના અધિકારી તેમજ 9 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું માર્ગદર્શન લેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, છેલ્લા એક વર્ષથી આ વિષય માટે શિક્ષણ વિભાગ અને પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા કામગીરી ચાલી રહી હતી.

error: Content is protected !!