પુણે ખાતે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ-૨૦૧૯માં ગુજરાતના ૨૦૯ રમતવીરો ભાગ લેશે

ગાંધીનગર:કેન્દ્ર સરકારના મિનીસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટસ વિભાગ તથા મહારાષ્ટ્ર સરકાર દ્વારા પુણે ખાતે તા.૯ જાન્યુઆરી ૨૦૧૯ થી તા. ૨૦ જાન્યુઆરી ૨૦૧૯ દરમિયાન ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ-૨૦૧૯ યોજાઇ રહી છે. જેમાં ગુજરાતના ૨૦૯ પ્રતિભાશાળી રમતવીરો ભાગ લઇ રહ્યા છે. જેમાં ૧૦૦ ભાઇઓ અને ૧૦૯ બહેનોનો સમાવેશ થાય છે.  ખેલાડીઓની સાથે કોચીઝ, ફીઝીયોથેરાપિસ્ટ અને મેનેજર પણ આ ઇવેન્ટસમાં જોડાયા છે.

આ ગેમ્સમાં આર્ચરી, એથ્લેટીક્સ, બેડમિન્ટન, બાસ્કેટબોલ, બોક્સીંગ, જીમ્નાસ્ટીક્સ, જુડો, ખો-ખો, શૂટિંગ, સ્વીમીંગ, ટેબલ ટેનીસ, ટેનીસ, વોલીબોલ અને કુસ્તી એમ કુલ ૧૪ રમતોમાં ગુજરાતીઓ પોતાનું કૌવત બતાવશે. આ ખેલાડીઓ ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં શ્રેષ્ઠ  પ્રદર્શન કરી રાજ્યનું નામ રોશન કરે તે હેતુથી સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા
પ્રિ-નેશનલ કોચીંગ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, તેમ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

error: Content is protected !!