હાર્દિકના સાથી પાસ કન્વીનર આશિષ પટેલને પડ્યો માર

અમદાવાદ, દેશગુજરાત: પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના નેતા હાર્દિક પટેલના સાથીદાર અને પાસના લોકલ કન્વીનર આશિષ પટેલને વસ્ત્રાલ વિસ્તારમાં અકસ્માત સર્જાયા બાદ અજાણ્યા શખ્સોએ માર મારતા હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.

રામોલના પીઆઈ કે.એસ. દવેએ કહ્યું કે, વસ્ત્રાલ વિસ્તારમાં આશીષ તેની  બાઇક પર જતા હતા અને સામે બીજી બાઈક સાથે તેની બાઇક અથડાઈ ગઈ હતી. બંને વચ્ચે સામસામે બોલાચાલી થઇ ગઈ અને પછી મારામારી પર ઉતારી આવ્યા. પાંચ લોકોએ આશીશ પર હુમલો કરતા તેને પગના ભાગે ઇજાઓ પહોંચી હતી.

દવેએ સ્પષ્ટતા કરી હતી કે, આશિષ કોણ છે અને પાસ સાથે તેનો શું સંબંધ છે તે અંગે હુમલાખોરો કદાચ જાણતા ન હતા. અકસ્માત બાદ થયેલી આ લડાઈ છે. આશિષને એલ.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તે હુમલાખોરોને ઓળખતા નથી.

error: Content is protected !!