ગૌમાંસ મુદ્દે હાર્દિક પટેલ અને કોંગ્રેસીઓનું નર્યું અજ્ઞાન, કે માહિતગાર હોવા છતાં નઘરોળ જૂઠાણા?

જપન પાઠક, અમદાવાદ: હાર્દિક પટેલનું જૂઠાપણું, અધકચરાપણું અને અજ્ઞાન આમ તો વારંવાર પ્રગટ થતું રહે છે પરંતુ તેનું કોઇ વિશ્લેષણ થતું નથી એટલે ભાઇ આબાદ છટકી જાય છે. અને ફરી ફરીને આ જ લક્ષણો ઝળકાવતા જાય છે.

ચાલો પહેલા ઉપરની વિડિયો ક્લીપ જોઇ લો.

હાર્દિક પટેલને ગુજરાતી સમાચાર ચેનલના પત્રકારે કેરળના ગૌ હત્યા વિવાદ અને ગુજરાતમાં પડેલા તેના પ્રત્યાઘાતના સંદર્ભમાં પ્રશ્ન પૂછયો અને હાર્દિકનો અભિપ્રાય માંગ્યો. હવે આમ તો જોવા જાઓ તો હાર્દિક વળી કીસ ખેત કી મૂલી કે રાજ્ય અને દેશના ઘટનાક્રમ પર તેના અભિપ્રાયનું કોઇ મહત્વ હોય. ખેર, પણ તે સમાચારમાં ચાલનારું પાત્ર છે એટલે આ સવાલ બાજુ પર મૂકીએ પરંતુ માત્ર હાર્દિકના નિવેદનની સત્યતા ચકાસીએ તો તેનું અધકચરાપણું અને અજ્ઞાન કેવું છતું થાય છે તે આગળ વાંચતા રહો.

હાર્દિક કહે છે કે મેઘાલયમાં અમિત શાહ જઇ રહ્યા છે તો બીફ પાર્ટીનું ત્યાં સ્પેશ્યલી આયોજન કરવામાં આવેલું છે.

હાર્દિક આમ કહીને પોતાનું નઘરોળ અજ્ઞાન અને અધકચરાપણું પ્રદર્શિત કરી રહ્યો છે.

એક તો અમિત શાહ હમણાં મેઘાલય જવાના હોય તેવું કોઇની જાણકારીમાં નથી અને તેેના માટે ગૌમાંસની પાર્ટી આયોજિત થઇ હોય તેવી પણ કોઇ વાતનું આયોજન નથી.

લાગે છે હાર્દિકે ઉંડાણમાં ગયા વગર માત્ર નીચે જેની લીંક મૂકી છે તે બે વર્ષ જૂના અહેવાલનું શીર્ષક વાંચ્યું છે અને તારણ કાઢી લીધું છે કે અમિત શાહનું મેઘાલય રાજ્યમાં ગૌમાંસની પાર્ટીથી સ્વાગત થયું.

Hardik-Patel-Caught-Lying

http://indiatoday.intoday.in/story/amit-shah-welcomed-with-a-beef-party-in-meghalaya/1/431640.html

હાર્દિક થોડું વાંચવાની, વિગતમાં જવાની અને સમજવાની તસ્દી લેતો હોત તો સારુ ભણ્યો હોત અને પંકજ પટેલની માફક કેડીલા ચલાવતો હોત અથવા ઉર્જિત પટેલની માફક રિઝર્વ બેન્કનો ગવર્નર થયો હોત. ક્યાં પછી એવું પણ હોય કે જાણતો હોય ને નર્યું જૂઠઠું જ ચલાવવાનો હાર્દિકનો એજન્ડા હોય.

બે વર્ષ અગાઉ અમિત શાહના આગમનને પગલે ગૌમાંસની મિજબાની અમિત શાહે કે મેઘાલય ભાજપે યોજી ન હતી પરંતુ ટીયુઆર નામના સંગઠને યોજી હતી અને તે એટલા માટે કારણકે અમિત શાહ હિંદુ ગૌભક્ત છે અને હિંદુ વિરોધી, ગૌ વિરોધી ટીયુઆર સંગઠન શાહના મેઘાયલના આગમન સામે વિરોધ દર્શાવવા માંગતું હતું. ગૌમાંસની મિજબાની ઉપરાંત મેઘાલયમાં અમિત શાહના આગમન સામે મેઘાલય બંધનું પણ એલાન આપવામાં આવ્યું હતું જેની વિગતો ઉપરની લીન્ક મારફતે જાણી શકાશે.

હાર્કિદે મેઘાલયની એપ્રિલ 2015ની આ ઘટનાને એવી રીતે પેશ કરવાનો પ્રયત્ન કર્યો છે કે જાણે મેઘાલયમાં અમિત શાહ ગયા હોય અને તેમની મેજબાનીમાં કે તેમના સ્વાગતમાં મેઘાલયના ભાજપના એકમે ગૌમાંસની મિજબાની આયોજિત કરી હોય. હાર્દિક આવા જ જૂઠાણા બોલતો જાય છે, લોકોને ભ્રમિત કરતો જાય છે અને માઇક લઇને ઉભેલો પત્રકાર તેને પડકારતો પણ નથી.

હવે આગળ બીજું જૂઠાણું જુઓ, કે અજ્ઞાન માનતા હોવ તો અજ્ઞાન જુઓ અને નક્કી કરો કે ગુજરાતના લોકોએ અજ્ઞાનીઓ અને જૂઠાણા બકનારાઓથી દોરાવાનું છે?

હાર્દિક કહે છે કે બીફ(ગૌમાંસ)ની નિકાસમાં આજે ભારત પ્રથમ ક્રમાંકનો દેશ બન્યો છે. આ સાથે હાર્દિક એમ પણ કહે છે કે કંડલા અને વાંદરા(મુંદ્રાના બદલે હાર્દિક વાંદરા કહે છે) બંદરો પરથી કેટલું ગૌમાસ વિદેશમાં જાય છે તે આપણે સૌ જાણીએ છીએ.

હાર્દિક આ જે ગપ્પું ચલાવી રહ્યો છે એ કોંગ્રેસના નેતાઓ પાછલા કેટલાક દિવસથી નિયમિત રીતે ગુજરાતી ન્યૂઝ ચેનલોના ચર્ચાના કાર્યક્રમોમાં ચલાવી રહ્યા છે.

હકીકતમાં ભારતમાંથી આપણે જેને બીફ તરીકે ઓળખીએ છીએ તે ગૌમાંસની નિકાસ થતી જ નથી. તેના પર પૂર્ણતઃ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ આજકાલનો નથી પરંતુ વર્ષો વર્ષથી છે.

કંડલા કે હાર્દિક જેને વાંદરા કહે છે એ મુંદ્રા બંદર તો ઠીક, અન્ય કોઇ કરતા કોઇ બંદર પરથી ગૌમાંસની નિકાસ પ્રતિબંધિત છે.

આની જાણકારી માટે આઇટીસી(એચએસ), 2012 શીડ્યૂલ 2 – એક્સ્પોર્ટ પોલીસીનો ડોક્યુમેન્ટ ભાઇ હાર્દિક કોઇ અંગ્રેજીના જાણકાર પાસેથી વંચાવીને જાણી લે. અહીં તેની લીંક હાર્દિક અને તેના કોંગ્રેસના મિત્રોના અને જે કોઇ પત્રકારા-એન્કરા તેમની વાત પકડી લઇને ભાજપના નેતાઓને પ્રશ્નો કરી રહ્યા છે(એક ઇન્ટર્વ્યૂમાં એવું જોયું ગઇકાલે) લાભાર્થે મૂકી રહ્યો છું dgft.gov.in/Exim/2000/NOT/itc(hs)/Eschedule2.pdf

બીફ(ગાય, વાછરડા અને બળદનું માંસ) ની ભારતમાંથી નિકાસ પ્રતિબંધિત છે. માત્ર હાડકા વગરનું ભેંસનું, ઘેટા અને બકરાનું માંસ નિકાસ કરવાની છૂટ છે.

ઓક્ટોબર 2015માં બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમારે આજે હાર્દિક અને કોંગ્રેસીઓ ચલાવી રહ્યા છે તેવું જૂઠાણું ચલાવ્યું હતું. નીતિશે તો એવું જૂઠાણું ચલાવ્યું હતું કે ગુજરાતમાંથી નરેન્દ્ર મોદીના રાજમાં ગૌમાંસની નિકાસ 15.4 ટકા વધી ગઇ છે. આના જવાબમાં કેન્દ્રિય મંત્રી નિર્મલા સીતારામને વિગતે સ્પષ્ટતા કરી હતી કે ગૌમાંસની એટલેકે બીફની તો સમગ્ર ભારતમાંથી નિકાસ જ પ્રતિબંધિત છે. વળી ગુજરાતમાંથી ગૌમાંસ કે અન્ય માંસની નિકાસ વધી હોવાની વાત જ પાયાવિહોણી છે કારણકે માંસની નિકાસનું માપ બંદરો પર નિકળે છે અને ગુજરાત સમુદ્રી રાજ્ય હોવાથી તેના બંદર પરથી માંસની નિકાસ થતી હોય તો તે માંસ ગુજરાતમાંથી આવેલું હોય તેવું નથી હોતું. આખા ઉત્તર ભારતને ગુજરાતનો સમુદ્ર તટ નજીક પડે છે અને ત્યાંથી માંસ ગુજરાતના બંદર પર નિકાસ થવા માટે આવે છે. બલકે નિકાસ માટેનું માસ જે કતલખાનાએ નિકાસ કરવાનું હોય તેની પાસે કેન્દ્ર સરકારની કૃષિ ઉત્પાદનોના નિકાસ વધારવા માટે બનેલી અપેડા નામની એજન્સીનું પ્રમાણપત્ર હોવું જરુરી હોય છે. આવું પ્રમાણિત થયેલું કોઇ કતલખાનું કે માંસ નિકાસ કરનારું એકમ ગુજરાતમાં તો છે જ નહીં. માટે ગુજરાતમાંથી તો એક પૈસાના માંસના નિકાસની કોઇ વાત જ ઉપસ્થિત થતી નથી. ઉત્તર પ્રદેશ, દિલ્હી, મહારાષ્ટ્ર, તેલંગાના, પંજાબ, અાંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, બિહાર, નાગાલેન્ડ અને કેરળ જ એવા રાજ્યો છે કે જેમાં અપેડા પ્રમાણિત માંસ નિકાસની એજન્સીઓ છે. અને આમાં બીફ(ગૌમાંસ) ની નિકાસનો તો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો કારણકે ગૌમાંસની નિકાસ તો સદંતર પ્રતિબંધિત છે.

નીતિશ કુમારે મારેલા ગપ્પાનો નિર્મલા સીતારામને ત્યારે એક ઝાટકે પોતાના એક જ ખુલાસામાં છેદ ઉડાડી દીધો હતો(અફસોસના વાત છે કે ગુજરાતમાં જૂઠાણાનો અસરકારક રીતે છેદ ઉડાડનાર કોઇ નેતા દેખાતો નથી) અને તેથી હાર્દિક જેવા ક્ષુલ્લક વ્યક્તિઓ અને કોંગ્રેસના દૂરી તીરી છગ્ગાઓ(ચંદ્રકાંત બક્ષીની ભાષામાં)નો નેતા બનવાનો માર્ગ મોકળો થતો રહે છે.

વાત જો મોદી સરકારમાં માંસની થતી નિકાસની હોય તો જાણી લો કે મોદી સરકાર હેઠળ ગૌમાંસની નિકાસ વધી હોવાનું તો હાર્દિક અને કોંગ્રેસનું નર્યું ગપ્પું જ છે પરંતુ માંસની નિકાસ કે જે કાયદેસર છે તે પણ વધી નથી.

અહીં ગત એપ્રિલમાં સંસદમાં રજૂ કરવામાં આવેલા માંસની નિકાસના અધિકારીક આંકડા મૂક્યા છે.

Meat-Export-Down-Under-Narendra-Modi-Government

હજુ આનાથી રસપ્રદ બીજા પણ આંકડા છે પરંતુ તેનું લીસ્ટ ખૂબ લાંબું છે એટલે મૂકતો નથી. મોદી સરકાર હેઠળ માંસની નિકાસ ઘટી છે અને તાજેતરના નિર્ણય કે જેના દ્વારા પશુમેળાઓમાંથી કતલના પશુ ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો છે તેનાથી હજુ વધુ ઘટવાની છે. માટે આ વિષયમાં ગપ્પાબાજી અને ઘરની ધોરાજી હાંકીને ટીવી ડિબેટોમાં છાકટા થવાની પ્રવૃત્તિ બંધ થવી જોઇએ.

હવે કેન્દ્ર સરકારના મંત્રી કિરણ રીજીજુના નિવેદનની વાત. કિરણ રીજીજુનું એ નિવેદન વિડિયોમાં અહીં મૂક્યું છે. ઉપર વિડિયોમાં જોશો કે કોંગ્રેસી ટીવી ડિબેટમાં ઉછળી ઉછળીને ગપ્પું મારે છે અને કહે છે કે કિરણ રીજીજુએ એમ કહ્યું હતું કે મને ગૌમાંસ ખાવું ખૂબ પસંદ છે.

હકીકતમાં કિરણ રીજીજુના નિવેદનવાળો અહીં મૂકેલો વિડિયો જોશો તો તમે જાણશો કે કિરણ રીજીજુ તો ઉદાહરણ આપે છે કે માનો કે હું અરુણાચલથી છું અને હું ગૌમાંસ ખાઉં છું તો શું મને કોઇ રોકવા આવશે? હવે રીજીજુને જે પૂછવામાં આવ્યું છે તે જુઓ, તેમના જવાબના શબ્દો જુઓ અને તે જે કહી રહ્યા છે તેનો સંદર્ભ જુઓ. રીજીજુ હાલી મવાલી નથી, તે કેન્દ્રિય મંત્રી છે અને જવાબદારી પૂર્વક બોલે છે. રીજીજુની વાત રેશનલ એટલા માટે છે કારણકે પશુઓ અંગેનો નિર્ણય આપણા બંધારણની 246(3) અનુસાર રાજ્યોએ લેવાનો હોય છે. તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ ગાયોની કતલ અંગે કાયદા બનાવેલા છે માત્ર પાંચ રાજ્યો સિવાય, જે છે અરુણાચલ, કેરળ, મેઘાલય, મિઝોરમ અને નાગાલેન્ડ. રીજીજુ અરુણાચલથી આવે છે. ખ્રિસ્તી અને ઇસ્લામીકરણને કારણે આ રાજ્યોમાં ગૌમાંસનું પ્રચલન એટલું સહજ બન્યું છે કે તેને પ્રતિબંધિત કરવું સરળ નથી.

ગૌમાંસ અને માંસ જુદી ચીજો છે. ગૌમાંસ જે ખાતું હોય તે ઘરમાં અને રેસ્ટોરન્ટમાં ખાય તે અને કોંગ્રેસ અને સામ્યવાદીઓ હિંદુઓની લાગણી દુભાવવા તેના સરાજાહેર બીફ ફેસ્ટિવલ યોજે તેની વચ્ચે ફરક છે. કિરણ રીજીજુ કોંગ્રેસ અને લેફ્ટની માફક કોઇ બીફ ફેસ્ટિવલની ઝૂંબેશની આસુરી વાત નથી કરી રહ્યા. તેઓ જે તે સ્થળને લાગુ પડતા બંધારણ અને કાયદા અનુસાર બીફના પર્સનલ કન્ઝપ્શનની વાત કરી રહ્યા છે. કોંગ્રેસીઓ તેમના નિવેદનને બદલીને, સંદર્ભમાં પડયા વગર જે રીતે તેનું અર્થઘટન કરે છે.

ઉપર આપેલા મુખ્ય વિડિયોના છેવાડે આપ વધુ એક કોંગ્રેસીનું જૂઠાણું જોઇ શકશો કે મોદીના રાજમાં ગૌમાંસની નિકાસ સો ટકા વધી છે. આનો ખુલાસો તો ઉપર આપી દીધો. હવે આ કોંગ્રેસી પ્રદર્શનકર્તા કહે છે કે કોંગ્રેસ ગૌ રક્ષા માટે કાયદાને પોતાનું પૂર્ણ સમર્થન આપશે. હકીકત એ છે કે હજુ થોડા કલાકો પહેલા જ કેન્દ્રના એ નિર્ણય કે જેના અનુસાર પશુમેળાઓમાં કતલ માટેના પશુઓનું વેચાણ નહીં થઇ શકે તેના વિરોધમાં કેરળ કોંગ્રેસના વડાએ રાજ્યપાલને આવેદન આપ્યુ છે. કેરળમાં કોંગ્રેસે ગૌમાંસ જાહેરમાં રાંધ્યું હોય અને વેચ્યું હોય તેવા અધિકૃત રીતે આપેલા આંદોલનના એલાનને અઠવાડિયું ય નથી વીત્યું. કેરળમાં કોંગ્રેસ સત્તા પર હતી ત્યારે કેમ ગૌ હત્યા પર પ્રતિબંધનો કાયદો લાવી જ શકતી હતી! ( Congress criticises Centre’s ban on cow slaughter )

error: Content is protected !!