હાર્દિક પટેલના કહેવા મુજબ એવરેસ્ટ ચડનાર પ્રથમ વ્યક્તિ હિલેરી ક્લીન્ટન હતા

વડોદરા, દેશગુજરાત: પાસ નેતા હાર્દિક પટેલનું સામાન્ય જ્ઞાન ત્યારે ખુલ્લું પડી ગયું હતું જ્યારે વડોદરામાં વિદ્યાર્થીઓને એક ‘પ્રેરણાત્મક પ્રવચન’ આપતી વેળાએ હાર્દિકે બફાટ કરતા કહ્યું હતું કે માઉન્ટ એવરેસ્ટ પર પ્રથમ ચડાઈ કરનાર હિલેરી ક્લીન્ટન હતા.

તેજસ્વી વિદ્યાર્થીઓને ‘પ્રેરણા’ પૂરી પાડવાની હોંશમાં હાર્દિકે પોતાના અંગ્રેજી ભાષા પરના (અ)જ્ઞાનનું પણ પ્રદર્શન કરી દીધું હતું.

હાર્દિકે અંગ્રેજીમાં વિદ્યાર્થીઓને જણાવ્યું કે, “માઉન્ટ એવરેસ્ટ ઘણાબધા લોકો ચડ્યા છે, સૌથી પહેલા માઉન્ટ એવરેસ્ટ હિલેરી ક્લીન્ટન ચડ્યા હતા અને પહેલી વખતના પ્રયત્નમાં હિલેરી ક્લીન્ટન આખેઆખો માઉન્ટ એવરેસ્ટ નહોતા ચડી શક્યા એટલે પાછા આવી ગયા હતા. ત્યારે તેમણે એક સરસ વાક્ય કીધું હતું. આઈ વીલ કમિંગ બટ યુ આર નોટ ઈઝ ગોઇંગ.”

સ્વાભાવિકપણે પ્રેક્ષકો તરીકે બેઠેલા વિદ્યાર્થીઓ તેજસ્વી હોવાથી હાર્દિકના આ લોચાઓ સાંભળીને પોતાનું હસવું ખાળી શક્યા નહીં શક્યા હોય. આ કાર્યક્રમ કોંગ્રેસ તરફી સંસ્થાએ આયોજિત કર્યો હતો જેમાં ભાજપ વિરોધી પાટીદાર નેતાઓ જેમાં ધારીના ધારાસભ્ય જેમણે એક સમયે ગીરના સિંહોને મારી નાખવાની અપીલ પણ કરી હતી, સામેલ થયા હતા.

અત્રે અહીં નોંધવું જરૂરી છે કે એવરેસ્ટ પર પ્રથમ ચડાઈ ન્યુઝીલેન્ડના પર્વતારોહક સર એડમંડ હિલેરી અને ભારતના શેરપા તેનઝિંગ નોર્ગેએ કરી હતી. હિલેરી ક્લીન્ટન એ ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બીલ ક્લીન્ટનના પત્ની છે અને ગતવર્ષે યોજાયેલી અમેરિકન પ્રમુખની ચૂંટણીમાં હાલના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ડેમોક્રેટિક પક્ષના ઉમેદવાર રહ્યા હતા.

(વિડીયો સૌજન્ય: ઈટીવી ગુજરાતી)

error: Content is protected !!