હાર્દિકે સરકાર પર જાસૂસીનો આરોપ મુકી પોલીસ સુરક્ષા લેવાનું નકાર્યુ

અમદાવાદ, દેશગુજરાત: વિવિધ જાહેરસભામાં પાટીદાર સમાજના હજારો લોકોની ભીડને આકર્ષિત કરતા પાટીદાર અનામત અંદોલન સમિતિ (પાસ)ના નેતા હાર્દિક પટેલે સરકાર દ્વારા આપવામાં આવતી પોલીસ સુરક્ષા લેવાનો  ઇનકાર કરી દીધો છે. પટેલે પોલીસ કન્ટ્રોલ રૂમ અને પોલીસ સુપરિન્ટેન્ડન્ટને ભારપૂર્વક કહ્યું કે, તેને પોલીસ સુરક્ષાની જરૂર નથી. હાર્દિકે આરોપ લગાવ્યો હતો કે સરકાર તેમના પર નજર  રાખવા માગે છે અને તેથી પોલીસના નામે જાસૂસી કરવા માગે છે. તેમણે કહ્યું હતું કે, તેણે પોલીસ સુરક્ષાની માગણી કરી નથી. હાર્દિકે કહ્યું કે, તેમને તેની ગાડીમાં પોલીસને બેસવાની જગ્યા આપવી પડશે અને તેના ભોજનની પણ વ્યવસ્થા કરવી પડશે. તેથી, જો પોલીસ અલગ પોલીસ વાહન અને ભોજનની ગોઠવણી કરે તો તે પોલીસ સુરક્ષા લેવા માટે તૈયાર છે. નોંધનીય છે કે, રાજ્ય વહીવટ ચૂંટણી પંચ હેઠળ કામ કરી રહ્યું છે. કારણ કે આદર્શ આચાર સંહિતા લાગુ થયેલી છે. પાટીદાર મતને ધ્યાને લઈને ચૂંટણીમાં હાર્દિક એક ચાવીરૃપ ખેલાડી હોવાથી તેને સુરક્ષા અપાઈ છે.

error: Content is protected !!