ભાજપ વિરુદ્ધ ઓફરનો આરોપ કરનાર હાર્દિકનો સાથીદાર રાહુલ ગાંધી સાથે એક મંચ પર

બેચરાજી, દેશગુજરાત: હાર્દિક પટેલના સહાયક અને પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના નેતા નરેન્દ્ર પટેલ જેમણે ગયા મહિને ભાજપમાં જોડાયાના ગણતરીના કલાકોમાં જ યૂ-ટર્ન લીધો હતો અને બાદમાં શાસક પક્ષ (ભાજપ) વિરુદ્ધ ‘ઓફરિંગ મની’ (પૈસાની ઓફર)નો આક્ષેપ કર્યો હતો,  જેને તે સમયે ‘રાહુલ ગાંધી’ની ગુજરાત મુલાકાત પહેલાં કોંગ્રેસનું ‘ષડયંત્ર’ અને ખોટા નાટક તરીકે નકારી કાઢવામાં આવ્યું હતું. ત્યારે નરેન્દ્ર પટેલ સોમવારે મહેસાણા જિલ્લામાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલના કાર્યક્રમ માટે બનાવવામાં આવેલા સ્ટેજ પર જોવા મળ્યા હતા.

નરેન્દ્ર પટેલ 22 ઓક્ટોબરે સાંજે ગાંધીનગરમાં ભાજપના રાજ્ય પ્રમુખ જીતુ વાઘાણીની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા અને રાત્રે 11 વાગ્યે  પત્રકાર પરિષદમાં દાવો કર્યો હતો કે તેમને તેમના સાથી વરુણ પટેલ(તાજેતરમાં ભાજપમાં જોડાયેલા અને પાસના પૂર્વ નેતા) દ્વારા રૂ. 1 કરોડની ઓફર કરવામાં આવી હતી. તેથી, હું ભાજપમાં જોડાયો હતો. તેમણે નાટ્યાત્મક રૂપે 10 લાખ રૂપિયાની ચલણી નોટો પણ દર્શાવી કહ્યું હતું કે, ભાજપ દ્વારા કરાયેલી ઓફર પ્રમાણે તેને આ પેમેન્ટ ચુકવવામાં આવ્યું છે. આ અંગે ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું હતું કે, આરોપ સંપૂર્ણપણે ખોટો છે અને વાસ્તવમાં નરેન્દ્ર પટેલની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ મૂકવામાં આવ્યો છે.

‘તેઓ ભાજપમાં જોડાયા  અને ત્રણ કલાકમાં તેણે યુ-ટર્ન લઇ લીધો હતો, તે તેની વિશ્વસનીયતા પર પ્રશ્નાર્થ ઉભા કરે છે. તે અહીં કંઈક કહે છે અને પછી બીજે કંઈક બોલે છે. વાસ્તવમાં રાહુલ ગાંધીની ગુજરાતની મુલાકાત પહેલાં આચરવામાં આવેલું આ કોંગ્રેસનું કાવતરું હતું. તે એક બનાવટી નાટક અને કપટ હતું, તેમ પંડ્યાએ કહ્યું હતું.

સોમવારે નરેન્દ્ર પટેલ  કોંગ્રેસના નેતા સાથે સ્ટેજ શેર કરી ભાજપના આક્ષેપને સાચો સાબિત કર્યો હતો. નરેન્દ્રએ તેમના નાટ્યાત્મક આક્ષેપો પછી અદાલતમાં પણ ફરિયાદ કરી હતી અને રાજ્ય પ્રમુખ જીતુ વાઘાણી સહિતના ઘણા ભાજપ નેતાઓ સામે કેસ દાખલ કર્યો હતો.

error: Content is protected !!