ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટને પંજાબ પોલીસમાં ડીએસપીનો ચાર્જ સંભાળ્યો

નવી દિલ્હી: ભારતીય મહિલા ટી-20 ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌરે આજે (1 માર્ચ, ગુરુવારે) પંજાબ પોલીસ ડીએસપીનું પદ સંભાળ્યુ છે. આ દરમિયાન હાજર પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને રાજ્યના ડીજીપી સુરેશ અરોડાએ તેમને સ્ટાર પહેરાવ્યા હતા.

મહિલા વર્લ્ડ કપ 2017માં હરમનપ્રીતને શાનદાર પ્રદર્શન બાદ ગત વર્ષે જુલાઈમાં ડીએસપી પદની રજૂઆત કરવામાં આવી હતી. નોંધનીય છે કે, હરમનપ્રીત પશ્ચિમ રેલ્વેમાં કાર્યાલય અધિક્ષક તરીકે 3 વર્ષ કામ કરી ચૂક્યા છે. તેમણે ગત વર્ષે રેલ્વેમાંથી રાજીનામું આપી દીધું હતું. જોકે, ભારતીય રેલ્વેએ હવે હરમનપ્રીતને તેમના પદમાંથી મુક્ત કરતા તેઓ અત્યારે પંજાબ પોલીસમાં જોડાયા છે.

error: Content is protected !!