રાજકોટઃ મીઠાઈ અને ફરસાણની દુકાનો પર આરોગ્ય વિભાગના દરોડા, 1665 કિલો અખાદ્ય જથ્થાનો નાશ

રાજકોટઃ આજે નવરાત્રીનો સાતમો દિવસ છે અને ત્રણ દિવસ બાદ દશેરાનો તહેવાર છે, જેમાં લોકો જલેબી-ફાફડા સહીત વિવિધ મીઠાઈઓ આરોગતા હોય છે. આ દરમિયાન લાખો રૂપિયાની મીઠાઈનું વેચાણ થતું હોય છે. પરંતુ કેટલીક વાર પૈસા કમાવાની લ્હાયમાં કેટલાક વેપારીઓ મીઠાઈમાં બ્હેલસેલ કરતા હોય છે. જેને કારણે લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઉભું થતું હોય છે. ત્યારે રાજ્યનાં અલગ-અલગ શહેરોમાં મહાનગર પાલિકાની આરોગ્ય ટીમ દ્વારા  મિઠાઇની દુકાનો પર દરોડા પાડવામાં આવી રહ્યાં છે અને જરૂર જણાય ત્યાં દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. રાજકોટ આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં 1,655 કિલોથી પણ વધુ અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે.

દશેરા અને દિવાળીનો તહેવાર નજીકમાં છે આ સાથે જ નવરાત્રી ચાલી રહી હોવાથી લોકો મોડે સુધી ગરબા રમ્યા બાદ નાસ્તા કરતા હોય છે. જેના કારણે રાજકોટનાં આરોગ્ય વિભાગ દ્વારા મીઠાઇ તેમજ ફરસાણની દુકાનો પર દરોડા પાડવામાં આવી રહ્યાં છે.

આરોગ્ય વિભાગે આજે શહેરમાં આવેલી વિમલ નમકીન, ખોડિયાર ડેરી સહિતની કુલ 6 જેટલી દુકાનો પર દરોડા પાડ્યાં હતાં. જેમાં ચેકિંગ દરમિયાન મોટા પ્રમાણમાં વાસી મીઠાઈ અને અખાદ્ય સામગ્રી મળી અંદાજે 1655 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો. આ સાથે જ વેપારીઓને દંડ તેમજ  નોટિસ  ફટકારવામાં આવી હતી.

error: Content is protected !!