અમદાવાદ-મુંબઈ વચ્ચેનો બુલેટ ટ્રેન કોરીડોર સમગ્ર વિસ્તારની સિકલ બદલી નાખશે

અમદાવાદ, દેશગુજરાત

કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારે સત્તા સાંભળ્યાના પ્રથમ રેલ બજેટમાં જ અમદાવાદ અને મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનની સ્થાપનાની જાહેરાત કરવામાં આવી હતી. મુંબઈ એ દેશની આર્થિક રાજધાની છે જ્યારે અમદાવાદ છેલ્લા કેટલાક વર્ષોમાં બહુ ઝડપથી બિઝનેસ સિટી તરીકે ઉભરી આવ્યું છે. હાલમાં જ મહારાષ્ટ્રના બે શહેર પુણે અને નાશિક વચ્ચે પણ બુલેટ ટ્રેન શરુ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

હાઈ સ્પીડ રેલ જેને ટૂંકાણમાં HSR કહેવામાં આવે છે તેણે બીજા વિશ્વયુદ્ધમાં અત્યંત ખરાબ રીતે ઘવાયેલા જાપાનની જે રીતે સિકલ ફેરવી નાખી હતી તે જ રીતે તે અમદાવાદ-મુંબઈ વચ્ચેના બુલેટ ટ્રેનની સિકલ ફેરવી નાખે તેવા ચોક્કસ એંધાણ દેખાઈ રહ્યા છે. બીજા વિશ્વયુદ્ધ બાદ આર્થિકરીતે પાયમાલ થઇ ચૂકેલા જાપાને ગમેતેમ કરીને પણ ટોકિયો અને ઓસાકા વચ્ચે શિન્કાસેન લાઈન પર બુલેટ ટ્રેન શરુ કરી હતી. આ બંને શહેરો વચ્ચે 550 કિલોમીટરનું અંતર છે.

1964 થી શરુ થયેલું કામકાજ 1989  જ્યારે ટોકિયોમાં ઓલિમ્પિક્સ આયોજિત થઇ એ અગાઉ જ શિન્કાસેન પર બુલેટ ટ્રેન દોડતી થઇ ચુકી હતી. પરંતુ ત્યારબાદ તેણે જાપાનની આર્થિક સમૃદ્ધિમાં ઝડપભેર વધારો કરવાનો શરુ કરી દીધો હતો, અદ્દલ પોતાની સ્પીડની જેમ જ. શરૂઆતમાં બંને શહેરો વચ્ચેના સાડા છ કલાકની આસપાસના અંતરને ઘટાડીને ચાર કલાક કરવામાં આવ્યું અને આજે ટોકિયોથી ઓસાકા માત્ર બે કલાક અને વીસ કિલોમીટરમાં પહોંચી શકાય છે કારણકે હવે બુલેટ ટ્રેનની ગતી 285 કિલોમીટર પ્રતિ કલાકની થઇ ગઈ છે.

સ્પીડમાં આટલી નાટકીય ઢબે તીવ્રતા આવી તે કેવીરીતે શક્ય બન્યું? કારણકે શિન્કાન્સેને સમગ્ર માળખામાં અત્યંત ચતુરાઈપૂર્વક કેટલાક ફેરફારો કર્યા. જેમકે પહોળા ટ્રેક, 1500 વોલ્ટ DC થી 25,000 વોલ્ટ AC પાવર સપ્લાય,રીજનરેટીવ બ્રેકીંગ, એર-સીલ્ડ ટ્રેન, ઓટોમેટેડ સિગ્નલિંગ અને મોટી ટનલો એવી જગ્યાએ બાંધી જ્યાં પહેલા તેને બાંધવી અશક્ય હતું.

છેલ્લા પચાસ વર્ષમાં શિન્કાન્સેને 10 બિલીયન મુસાફરોને બુલેટ ટ્રેનની સુવિધા આપી છે પરંતુ એક પણ મુસાફરનો જીવ ગયો નથી. આ બધું બાજુમાં મુકીએ તો પણ બુલેટ ટ્રેને જાપાનીઓના જીવનમાં જે જબરદસ્ત ફેરફાર કર્યો એ એમ હતો કે તેણે દૂર-સુદૂરના વિસ્તારોને રહેણાંકના વિસ્તારોમાં ફેરવી દીધા અને લોકોને તેમના રોજીંદા કામ માટે તેમાં મુસાફરી કરતા શરુ કરી દીધા અને સૌથો મોટો ફાયદો ટૂરિઝમને થયો.

ભારત માટે બુલેટ ટ્રેન કેમ હોવી જોઈએ અથવાતો તેનાથી દેશને શો ફાયદો થશે તેવા સવાલો આપણને ખૂબ સાંભળવા મળે છે, તો ચાલો તેના જવાબ પણ મેળવી લઈએ?

ભારતને આ બુલેટ ટ્રેન કુલ રૂ. 97,000 કરોડમાં પડશે, આ સીધો સરવાળો છે. આ કુલ રકમના 81 ટકા એટલેકે રૂ. 79,000 કરોડ જાપાન લોન પેટે ભારતને આપશે. બાકીના નાણાંમાંથી રૂ. 9,800 કરોડ કેન્દ્ર સરકાર આપશે અને પછી જે બાકી બચ્યા તે ગુજરાત અને મહારાષ્ટ્ર સરકાર ભોગવશે. જો કે લોન મળવી એ મહત્ત્વનું તો છે જ પરંતુ તે આપણને માત્ર 0.1% ના વ્યાજે મળશે એ વધારે મહત્ત્વનું છે.

હજી વધુ સ્પષ્ટતા કરીએ તો ભારતે આ લોન આવનારા પચાસ વર્ષમાં પરત કરવાની છે અને તેમાં પણ શરૂઆતના પંદર વર્ષમાં લોન પરત કરવાનું મોકૂફ રાખવામાં આવ્યું છે જેનો સીધો મતલબ એ છે કે લોન પરત કરવાના હપ્તા શરુ થાય તેના પંદર વર્ષ સુધી ભારતે જાપાનને એકપણ પૈસો આપવાનો નથી. એટલે આ સમય દરમિયાન ભારત પાસે કોરીડોર બનાવવાનો, બુલેટ ટ્રેન શરુ કરવાનો અને મોટી કમાણી કરવાનો સમય મળશે જે લોન પરત કરવામાં મદદ કરશે.

સૌથી મોટો ફાયદો ભારતને એ છે કે કરાર મુજબ જાપાન ભારતને ટેક્નોલોજી ટ્રાન્સફર પણ કરશે એટલે કે ભારત ખુદ ભવિષ્યમાં પોતાને ઘેર નવી બુલેટ ટ્રેન બનાવી શકશે જે દેશના અન્ય મહત્ત્વના શહેરોને જોડશે.

બુલેટ ટ્રેન શરુ થવાથી અમદાવાદ-મુંબઈ વચ્ચેની અવરજવર તો અંત્યત સરળ થઇ જ જશે પરંતુ વ્યાપારી પ્રવૃત્તિઓ અને આયાત-નિર્યાત યોજનાઓમાં પણ વધારો આવી જશે અને અમદાવાદ અને મુંબઈ વચ્ચેના સમગ્ર વિસ્તારને એક અનોખો ઇકોનોમિક ઝોનમાં પરિવર્તિત કરી દેશે.

જ્યારે આ પ્રોજેક્ટ બની રહ્યો હશે ત્યારેજ પુણે-નાશિકની લાઈન પર કાર્ય શરુ થઇ શકશે અને બાદમાં નાગપુર, હૈદરાબાદ, કોલ્હાપુર, શોલાપુર, હુબલી-ધારવાડ, બેલગાવી, બેંગ્લોર અને ચેન્નાઈ જેવા શહેરો પણ ધીરેધીરે બુલેટ ટ્રેન સાથે આ પ્રકારના જ કોરીડોર સાથે જોડીને સ્થાનિકો માટે આર્થિક, સામાજીક અને સાંસ્કૃતિક સમૃદ્ધિ લાવશે.

Related Stories

error: Content is protected !!