ફરી એકવાર વધારાઈ વાહનોમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાવવાની મુદત

ગાંધીનગર: વાહનોમાં હાઈ સિક્યુરિટી રજીસ્ટ્રેશન પ્લેટ (એચએસઆરપી) નંબર પ્લેટ લગાવવાની મુદત ફરી એકવાર વધારવામાં આવી છે. વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા 31 જૂલાઈ સુધી એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની તારીખ લંબાવવામાં આવી છે. અગાઉ અંતિમ તારીખ 30 એપ્રિલ હતી તેમાં 2 મહિનાનો વધારો કરી 31 જૂલાઈ નક્કી કરવામાં આવી છે. છેલ્લા કેટલાય સમયથી એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાને લઈને તારીખ લંબાવવામાં આવી રહી છે. પરંતુ ખાનગી કોન્ટ્રાક્ટરોને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટમાં ક્યાંક નબળી નીતિને પગલે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ વખતે છેલ્લી વખત મુદત વધારવામાં આવી હોવાનું વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા કહેવામાં આવ્યું છે. હવે 31 જુલાઈ જ અંતિમ તારીખ રહેશે હવે પછી મુદતમાં વધારો કરવામાં નહીં આવે તેમ ઉમેરવામાં આવ્યું હતું. જોકે,  એચએસઆરપી નંબર પ્લેટ લગાવવા માટે ચાલતી ધીમી કામગીરીને પગલે

error: Content is protected !!