વાહનોમાં એચએસઆરપી નંબર પ્લેટ લગાવવાની મુદ્ત લંબાવાઈ

ગાંધીનગર: કેન્દ્રિય મોટર વાહન નિયમોમાં કરેલ જોગવાઇ અનુસાર વાહનો પર હાઇ સિક્યુરીટી નંબર પ્લેટ (એચએસઆરપી) લગાવવી ફરજિયાત છે. વાહન વ્યવહાર મંત્રી આર.સી.ફળદુએ એચએસઆરપી લગાવવા માટે જનતાનો આરટીઓ/એઆરટીઓમાં વધુ પડતા ઘસારાને ધ્યાને લઇને તેમજ જનતાની વધુ સમય મળી રહે તે હેતુથી એચએસઆરપી લગાવવા માટેની તારીખ ૩૦/૦૪/૨૦૧૮ સુધી લંબાવવામાં આવી છે. આ જાહેર કરેલી નવીન તારીખ સુધીમાં જનતાએ વાહનો પર એચએસઆરપી લગાડવી ફરજિયાત રહેશે. અગાઉ રાજ્યના જુના વાહનોમાં એચએસઆરપી લગાવવા માટેની આખરી તારીખ ૩૧/૦૩/૨૦૧૮ જાહેર કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ૧૬ નવેમ્બર,૨૦૧૨ થી એચએસઆરપી લગાવવાની કામગીરી આરટીઓ/એઆરટીઓ ખાતે શરૂ કરવામાં આવી છે.

error: Content is protected !!