ચૂંટણી કાર્ડ ન હોય તો અન્ય 12 પૈકી કોઈ 1 પુરાવો બતાવી કરી શકશો મતાધિકારનો ઉપયોગ

ગાંધીનગર: ગુજરાતનાં ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, મતદાન કરવા જતાં મતદારો પાસે જો તેમનું ચૂંટણી ફોટો ઓળખકાર્ડ નહીં હોય તો પણ તેઓને મતદાનથી વંચિત રખાશે નહીં પરંતુ મતદારોએ તેનાં બદલે અન્ય ૧૨ પૈકીમાંથી કોઇ એક ડોક્યુમેન્ટ રજૂ કરવાનો રહેશે. વધારે મતદાનની દિશામાં વધુ એક પગલું ભરતા કેન્દ્રીય ચૂંટણી પંચે આવા દસ્તાવેજો પુરાવાઓને આ વધારાની સવલત  આપી છે. ચૂંટણી કાર્ડ સિવાયના પુરાવાઓમાં પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, નોકરીનું ઓળખકાર્ડ, પેનકાર્ડ, મનરેગા જોબકાર્ડ, ફોટો વોટર સ્લીપનો સમાવેશ થાય છે.

પ્રથમ તબક્કાનું મતદાન 9મી ડિસેમ્બરે શનિવારે અને બીજા તબક્કાનું મતદાન 14મી ડીસેમ્બરે ગુરૂવારે યોજાશે. મતદાન કરવા આવતાં મતદારોએ મતદાન મથકોએ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા માટે મતદાર ફોટો ઓળખકાર્ડ (EPIC) રજૂ કરવાનું હોય છે. પરંતુ જો કોઇ મતદાર આવું ઓળખકાર્ડ રજૂ ન કરી શકે તો પણ અન્ય 12 વૈકલ્પિક દસ્તાવેજો પૈકીમાંથી એક રજૂ કરવાથી તેને મતદાન કરવા દેવામાં આવશે.

આ 12 દસ્તાવેજોમાં પાસપોર્ટ, ડ્રાઇવીંગ લાયસન્સ, રાજ્ય-કેન્દ્ર સરકાર, જાહેર સાહસો અથવા પબ્લિક લિ. કંપની તરફથી અપાતા ઓળખકાર્ડ, બેંકો-પોસ્ટ ઓફીસ તરફથી અપાતી ફોટો સાથેની પાસબુક, પેનકાર્ડ, નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર સ્કીમ હેઠળ આરજીઆઈ દ્વારા અપાયેલી સ્માર્ટકાર્ડ, મનરેગા જોબકાર્ડ, હેલ્થ ઈન્સ્યુરન્સ સ્કીમના સ્માર્ટકાર્ડ, ફોટા સાથેના પેન્શન દસ્તાવેજ, ચૂંટણી તંત્ર તરફથી અપાતી અધિકૃત ફોટો વોટર સ્લીપ, સંસદસભ્યો, વિધાનસભ્યો, વિધાન પરિષદના સભ્યો દ્વારા અપાતા અધિકૃત ઓળખપત્ર અને આધારકાર્ડનો સમાવેશ થાય છે.

error: Content is protected !!