સરદાર પટેલના આદર્શો મુજબ કામ કર્યું હોત તો કાશ્મીરની સમસ્યા સર્જાઈ ન હોત: યોગી આદિત્યનાથ

લખનૌ, દેશગુજરાત: ઉત્તર પ્રદેશ(યુપી)ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે કહ્યું કે, જો દેશની તત્કાલીન સરકારે સરદાર પટેલના આદર્શો પ્રમાણે કાર્ય કર્યું હોત તો કાશ્મીર સહિતની વિવિધ સમસ્યા ઉભી થઇ ન હોત. આદિત્યનાથે પૂર્વ નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિના દિવસે (15 ડિસેમ્બરે) તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા કહ્યું કે, પટેલે અંગ્રેજ સરકારની ધૃણાસ્પદ ઉદ્દેશ્યને નિષ્ફળ કરતા પોતાની દ્રઢ ઈચ્છા શક્તિ અને કુશળતાથી માત્ર 543થી વધુ રજવાડાનું ભારતમાં વિલીનીકરણ કરાવ્યું એટલું જ નહીં પરંતુ જૂનાગઢ અને હૈદરાબાદ જેવા ભારતમાં વિલય થવા ન માગતા રજવાડાને પણ ભારત સાથે મર્જ કરવાનું સરદારે અનન્ય કાર્ય કર્યું છે.

યોગીએ વધુમાં કહ્યું કે, દેશની તત્કાલીન સરકારે સરદાર પટેલની જેમ કામ કર્યું હોત તો કાશ્મીર સહિતની સમસ્યા ઉભી થઇ ન હોત. આ સમસ્યા આજે સમગ્ર દેશ માટે જોખમી બની ગઈ છે. આ સાથે જ યોગીએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, લોકો સરદાર પટેલના બતાવેલા માર્ગોનું અનુસરણ કરી દેશને જાતિ, મત, ધર્મમાં વિભાજીત થવા દેશે નહીં તેમજ દેશની સ્વતંત્રતા અને અખંડિતતાની રક્ષા કરવા માટે હંમેશા આતુર રહેશે.

error: Content is protected !!