અમદાવાદ જિલ્લામાં 9 માસથી 15 વર્ષના અંદાજે 4 લાખથી વધુ બાળકોને મીઝલ્સ રુબેલા રસી આપવામાં આવશે

અમદાવાદ: ઓરી અને રુબેલા રોગ વિરોધી રક્ષણ આપવા માટે સમગ્ર અમદાવાદ જિલ્લામાં મિઝલ્‍સ–રુબેલાની રસીકરણ કાર્યક્રમ યોજાશે.

જિલ્લાની શાળાઓ તથા આંગણવાડી કેન્દ્રો પર આ અભિયાન અંતર્ગત ૯ મહિનાથી ૧પ વર્ષના તમામ બાળકોને આ રસી આપવામાં આવશે. અમદાવાદ જીલ્લાના ૯ માસથી ૧૫ વર્ષના અંદાજે ચાર લાખથી વધુ બાળકોને રસી આપવામાં આવશે. ઓરી એક પ્રાણઘાતક રોગ છે જે વાયરસ ધ્‍વારા ફેલાય છે. ઓરીના કારણે વિકલાંગતા તથા નાની ઉંમરમાં મૃત્‍યુ થઈ શકે છે. રુબેલા એક ચેપી રોગ છે જે વાયરસ ધ્‍વારા ફેલાય છે. તેના લક્ષણો ઓરી જેવા હોય છે. જો કોઈ સ્‍ત્રીને સગર્ભાવસ્‍થાની શરુઆતમાં આ રોગનો ચેપ લાગે તો જન્‍મજાત રુબેલા સિંડ્રોમ થઈ શકે છે તે ગર્ભ અને નવજાત બાળક માટે ઘાતક સિધ્‍ધ થઈ શકે છે.

એક રાષ્‍ટ્રવ્‍યાપી અભિયાન દરમિયાન ઓરી અને રુબેલા વિરુધ્‍ધ રક્ષણ આપવા માટે અમદાવાદ જીલ્‍લામાં તા.૧૬/૭/ર૦૧૮ થી આ અભિયાન શરુ કરવામાં આવનાર છે. જેના ભાગરુપે અમદાવાદ ખાતે આજે તાલુકા કેળવણી નીરીક્ષકઓ,બી.આર.સી., સી.આર.સી. સી.ડી.પી.ઓ, આરોગ્ય કર્મીઓનો વર્કશોપનું આયોજન કરાયું હતું. આ વર્કશોપના પ્રારંભે જીલ્લા આરસીએચઓ ડો.ગૌતમ નાયક દ્વારા જરુરી માહિતી આપવામાં આવી હતી જેતલપુર સ્વામીનારાયણધામના સંત પુરષોત્તમપ્રકાશ સ્વામીજી તથા જગપ્રસિધ્ધ પીરાણા
દરગાહના પેશ ઇમામ તથા બાળરોગ તજજ્ઞ ડો. ચેતન જાનીએ તમામ બાળકોને મીઝલ્સ રુબેલાની રસીથી રક્ષીત કરાવવાની અપીલ કરી હતી.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી ડો. શિલ્પા યાદવે મીઝલ્સ રુબેલા રસીકરણના માઇક્રોપ્લાનીગ કામગીરીની જાણકારી આપીને તમામ બાળકોને રસીકરણથી આવરી લેવા અને સો ટકા કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. રાજયના આરોગ્ય વિભાગના એન.એચ.એમ.ના ડાયરેકટર ડો. ગોરવ દહીયાએ અમદાવાદ જિલ્લા ના તમામ બાળકોને મીઝલ્સ- રુબેલાની રસીથી રક્ષીત કરવા શિક્ષણ, આઇ.સી.ડી.એસ, આરોગ્યના કર્મીઓને સકલન કરીને કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ડબલ્‍યુ.એચ.ઓ.ના ડો.અનિકેત રાણા, જીલ્લા આઇ.ઇ.સી અધિકારી વિજય પંડિત, ડીપીસી ડો. કોમલ વ્યાસ સહીતના અધિકારી કર્મચારી હાજર રહ્યા હતા

error: Content is protected !!