સલમાન ખાન આજે રાત્રે પણ રહેશે જોધપુર જેલમાં, જામીન અંગે શનિવારે થશે સુનાવણી

જોધપુર: જોધપુર સેશન્સ કોર્ટમાં આજે (શુક્રવારે) સલમાન ખાનની જામીન  અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે સલમાન ખાનના વકીલ અને રાજ્ય સરકારના વકીલની દલીલો સાંભળી લીધા બાદ ચુકાદો અનામત રાખ્યો છે. હવે કોર્ટ દ્વારા આવતી કાલે (શનિવારે) નિર્ણય સંભળાવામાં આવશે. એટલે સલમાન ખાન આજની રાત પણ જેલમાં જ રહેશે.

20 વર્ષ પહેલા કાળા હરણના શિકાર કરવાના મામલમાં સલમાન ખાન સામે ચાલી રહેલા કેસમાં ગઈકાલે (ગુરુવારે) જોધપુર કોર્ટે સલમાન ખાનને 5 વર્ષની જેલની સજા અને રૂ. 10,000નો દંડ ફટકાર્યો હતો. કાળીયારના શિકાર દરમિયાન સલમાનની સાથે જે સહ કલાકારો હતા સૈફ અલી ખાન, તબ્બુ, સોનાલી બેન્દ્રે અને નીલમને શંકાનો લાભ આપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

સલમાનને હાલ જોધપુર સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો. સલમાન ખાનને 3 વર્ષ કરતા વધારે સજા હોવાથી તેને કોર્ટમાંથી સીધા જામીન મળી શક્યા નથી. સલમાન ખાનને સલમાનના વકીલ દ્વારા ગઈ કાલે જ જામીન અરજી કરી હતી જે અંગે શનિવારે ચુકાદો આપવામાં આવશે.

 ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનના વકીલે આજે કોર્ટમાં હાજર થતાં પહેલા મીડિયા સાથે વાત કરતા કહ્યું છે કે મને ગઈ કાલથી ધમકી ભર્યા મેસેજીસ અને ફોન આવી રહ્યા છે. મને કહેવામાં આવી રહ્યું છે કે, હું આજે જામીનની સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર ન રહું.

error: Content is protected !!