સોશિયલ મીડિયામાં જાનથી મારી નાખવાની ધમકી આપનાર ગુજરાતના 800 સામે દિલ્હીમાં પાટીદાર યુવાને નોંધાવી ફરિયાદ

નવી દિલ્હી, દેશગુજરાત: મૂળ ભાવનગરના અને હાલ નવી દિલ્હીમાં રહેતા પાટીદાર યુવાને ફેસબુક પર રજુ કરવાના પોતાના મૂળભૂત અધિકારના હનન અને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ગુજરાતના 800થી વધુ પાટીદાર યુવાનો કારોલ બાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

નવી દિલ્હીના કારોલ બાગ વિસ્તારમાં રહેતા પાટીદાર આરક્ષણ સંઘર્ષ સમિતિના સભ્ય અશ્વિન સાંકડાસરિયા નામના પાટીદાર યુવાને ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા મોબાઈલમાં બે સીમકાર્ડ છે જેના દ્વારા હું ફેસબુક ઓપરેટ કરું છું. હું વાણી સ્વતંત્રતાના મારા બંધારણીય મૂળભૂત અધિકારનો ઉપયોગ કરી ફેસબુક પર કોઈ લખાણ લખું કે વિડીયો પોસ્ટ કરું ત્યારે મને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે. આ સાથે જ અપશબ્દ કહી અપમાનિત કરવામાં આવે છે.

અશ્વિને આ અરજી કરવાની સાથે ઝેરોક્ષ અને ડીવીડીમાં અંદાજે 200થી વધારે સ્ક્રીન શોટ ફોટો સાથે પુરવાનું બીડાણ કર્યું હતું.

અશ્વિને કરોલબાગ પોલીસ મથકે અરજીમાં કહ્યું કે, મે રજુ કરેલા પુરવામાં આરોપી અને સહ આરોપીની ઓરિજિનલ અને ડુપ્લિકેટ ફેસબુક એકાઉન્ટની તમામ વિગતો રજુ કરી છે. આ સંદર્ભે મારી અને મારા પરિવારની સુરક્ષા કરવાનું  વિશેષ ધ્યાન રાખવામાં આવે તેવી અપીલ પણ અશ્વિને કરી છે.

સમગ્ર મામલે અશ્વિને કહ્યું કે, મિત્રો આ પગલા પાછળનો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે આ અમુક નાસમજો ને જો એક વાર કાયદાકિય ગંભિરતાનો અંદ‍જ આવે. તેમની દરેક તારીખે દિલ્હી જતા તેમના સગાવાલા અને આસપાસના રહેવાસી જોશે, જેથી જે અભણ માં બાપ છે અને તેમને આવી ગંભીર ગુનાહિત પ્રવ્રુતી કરતા પોતાના બાળકો વિશેની જાણ જ નથી,તેમને ભાન થાય. જવાબ દેવા પણ દિલ્હીનો ફેરો કેવો ભારે પડે છે તેનો અહેસાસ થવો જરૂરી છે. બે વર્ષોથી સમાજની એકતા ખાતર આવુ પગલું લિધુ નથી.પરંતુ આ દાખલો આખા ગુજરાતના યુવાનોને સુધારવા આપવો જ પડશે.

error: Content is protected !!