અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે સંઘની સંકલ્પ યાત્રાનો દિલ્હીથી આરંભ, 9 દિવસમાં દેશભરમાં ફરી વળશે

નવી દિલ્હી: અયોધ્યામાં રામમંદિરના નિર્માણની માગ સાથે આજ (રવિવાર)થી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ની દિલ્હીથી સંકલ્પ યાત્રા શરૂ થઇ છે. આ યાત્રા 9 દિવસ સુધીમાં સમગ્ર દેશમાં ફરી વળશે.

રામમંદિર માટે જન સમર્થન મેળવવા માટે આહે દિલ્હીથી આરએસએસની સંકલ્પ યાત્રા શરુ થઇ છે અને 9 ડિસેમ્બરે દિલ્હીના જ રામલીલા મેદાન પર આ યાત્રાનું સમાપન થશે. યાત્રાના આયોજનની જવાબદારી આરએસએસનું જ એક સંગઠન સ્વદેશી જાગરણ મંચને સોંપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, વિશ્વ હિંદુુ પરિષદે વિહિપે ગત શનિવારે અયોધ્યામાં રામમંદિરના નિર્માણ માટે ધર્મસભા યોજી હતી, જેમાં દેશભરમાંથી સાધુસંતો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા. આ સાથે જ વિહિપે દેશમાં રામમંદિર માટે જન સમર્થન મેળવવા ઝુંબેશ શરૂ કરી દીધી છે. બીજી તરફ શિવસેનાએ પણ આ માટે અલગથી કાર્યક્રમ યોજ્યો હતો.

error: Content is protected !!