પદ્માવત ફિલ્મના વિરોધને જોતા ગુજરાતમાં પેરા મિલીટરી ફોર્સની 12 કંપનીઓ તૈનાત

ગાંધીનગર, દેશગુજરાત:  ગુજરાતમાં પદ્માવત ફિલ્મની રીલીઝને લઇ થઇ રહેલા ભારે વિરોધને પગલે કેન્દ્ર સરકારે ગુજરાતમાં 12 પેરા મિલેટ્રી ફોર્સ કંપનીઓની ફાળવણી કરી છે. જેમાં 6 બીએસએફ, 5 આરએએફ અને 1 એસએસબીની ટુકડીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અંગેની માહિતી ગુજરાત પોલીસ દ્વારા અપાઈ છે.

ભારે વિવાદ બાદ પદ્માવત ફિલ્મ 25 જાન્યુઆરીએ રીલીઝ કરવાનું નક્કી કરાયું. જોકે ગુજરાત સહીત 4 રાજ્યોએ ફિલ્મની રીલીઝ પર પ્રતિબંધ લાદ્યો હતો. બીજી તરફ સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો કે, ફિલ્મની રીલીઝથી રાજ્યોનું વાતાવરણ ડોહલાતું હોય તો કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાનું કામ જે તે રાજ્ય સરકારનું કામ છે. રાજ્ય સરકાર ફિલ્મની રીલીઝ પર પ્રતિબંધ લાદી શકે નહીં. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ફિલ્મની રીલીઝ નક્કી થઇ જતા તોફાની તત્વોએ વિરોધ પ્રદર્શન શરુ કર્યા હતા અને ગઈકાલે (મંગળવારે) આ વિરોધ પ્રદર્શનોએ હિંસક રૂપ ધારણ કર્યું હતું. ઠેર ઠેર તોડફોડ અને આગચંપીના બનાવ સામે આવ્યા હતા.

 

Related Stories

error: Content is protected !!