વિદ્યુત સહાયક તરીકે ફરજ બજાવતા ફિકસ પગારદાર કર્મચારીના વેતનમાં વધારો

ગાંધીનગર:  ગુજરાત સરકારે તેના અધિકારી/કર્મચારીઓને ૭ માં પગાર પંચના લાભો પુરો પાડયા છે. સાથે સાથે ફિકસ પગારના કર્મચારીઓના વેતનમાં પણ ઉત્તરોતર વધારો કર્યો છે. ત્‍યારે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમીટેડ અને તેની સહયોગી કંપનીઓમાં
ફરજ બજાવતા વિદ્યુત સહાયકોના ફિકસ પગારમાં પણ નોંધપાત્ર વધારો કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે જેનો
લાભ ૭૦૪૯ કર્મચારીઓને મળશે અને વિદ્યુત કંપનીઓને રૂા.૨૨.૬૯ કરોડનું વધારાનું ભારણ થશે.

નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલે ઉમેર્યું હતું કે, આ નિગમોમાં ચાર કેડરોમાં વિદ્યુત સહાયકો ફરજો બજાવે છે. જેમાં ઇલેકટ્રીકલ આસીસ્‍ટન્‍ટ/ હેલ્‍પર, જુનીયર આસીસ્‍ટન્‍ટ, પ્‍લાન્‍ટ એટેડન્‍ટ (ગ્રેડ-૧), જુનીયર એન્‍જિનીયર કેડરના ૭૦૪૯ જેટલા કર્મચારીઓને આ લાભો મળશે. જેમાં ઇલેકટ્રીકલ આસીસ્‍ટન્‍ટ/ હેલ્‍પરના કિસ્‍સાઓમાં રૂા.૨૫૦૦, જુનીયર આસીસ્‍ટન્‍ટ અને પ્‍લાન્‍ટ એટેડન્‍ટ (ગ્રેડ-૧)ના કિસ્‍સામાં રૂા.૩૫૦૦ તથા જુનીયર એન્‍જિનીયર કેડરમાં રૂા.૫૦૦૦ નો વધારો કરાયો છે.

error: Content is protected !!